गुजरात
જુનાગઢ યમુનાનગરની જનતા રોડ રસ્તાથી ત્રસ્ત, વાહનો પણ પસાર નથી થઈ શકતા.

જુનાગઢ
રિપોર્ટર – રેશમા સમા
જુનાગઢ ખાંમધ્રોલરોડ પાસે આવેલ યમુના નગરમાંની રોડ રસ્તાની હાલત અતી દયનીય બની છે. છેલ્લા ઘણાં સમયથી રસ્તો તોડી નાખવામાં આવ્યા બાદ હજુ સુધી નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી ત્યારે વરસાદને લઈને ગારો કીચડ વચ્ચે લોકોને વસવાટ કરવાની ફરજ પડી રહી છે અને વરસાદી પાણી ભરતા મોટાં ખાડાઓ પણ સમસ્યાનું ઘર બની ગયા છે તો આ પાણી ભરેલા ખાડામાં વાહનો ફસાઈ જતાં હોવાના દ્ર્શ્ય પણ સામે આવી રહ્યાં છે જ્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તંત્રને સમયાંતરે અનેક રજૂઆત કરી હોવા છતાં આજે પણ રોડ રસ્તાની સમસ્યાનું નિવારણ આવ્યું નથી ત્યારે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તંત્રની બેદરકારીને લઇને સ્થાનિકોએ ભારે સવાલ ઉઠવ્યા હતા..