Bhavnagar : યુવક પરિણીત યુવતીને બ્લેકમેલ કરી શરીરસંબંધ માટે કરતો દબાણ, પછી શું આવ્યો કરુણ અંત?

પાલિતાણાઃ ભાવનગરના એક ગામની પરિણીત યુવતીએ ગામના જ યુવકની હેરાનગતિથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. પત્નીના આઘાતમાં પતિએ પણ આપઘાત કરી લેતા નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનામાં પોલીસને સૂસાઇડ નોટ હાથ લાગી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, પાલિતાણા તાલુકાની પરિણીતાને તેના જ ગામનો યુવક બ્લેકમેલ કરી શરીરસંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. યુવતી વારંવાર ઇનકાર કરતી હોવા છતાં તેણે યુવતીનો પીછો છોડ્યો નહોતો અને તેની પજવણી ચાલું રાખી હતી. અંતે કંટાળેલી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.
જોકે, પત્નીના આપઘાતના બે અઠવાડિયા પછી પતિએ પણ એકલા ન રહી શકતા અને પત્નીના આઘતામાં આપઘાત કરી લીધો હતો. આ મામલે પાલિતાણા રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
પોલીસને હાથ લાગેલી સૂસાઇટમાં તેમના ગામના યુવકના ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તેમના મોતના આઘાતથી પતિએ પણ આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું છે. આ બનાવથી ત્રણ નાની દિકરીઓએ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ અંગે મૃતક ના મોટા ભાઈએ તેમના ગામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.