गुजरात

ગણતરીના કલાકોમા અનડીટેક લુટના ગુનાના આરોપીઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી પાડતી અંજાર પોલીસ

 

કચ્છ

 

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ
ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી
ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના
આપેલ અને આજરોજ અંજાર પોલીસ સ્ટેસન ગુ.ર.ન ૧૧૯૯૩૦૦૩૨૧૦૬૩૭/૨૦૨૧ ઈ.પી.કો.કલમ૩૯૭,૩૯૪,૩૨૩,૪૨૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબ નો ગુનો જાહેર થયેલ જે ગુનો શોધી કાઢવા માટે
પી.આઇ શ્રી એમ.એન.રાણા સાહેબ નાઓએ તાબા ના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધમાં હતા તે દરમ્યાન પી.આઇ શ્રી એમ.એન.રાણાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બે ઇસમો નબર પ્લેટ વગરનું મો.સા ઉપર શંકાસ્પદ મોબાઇલ ફોન વેચવા ફરે છે અને તે ગુફી હોટલ પાસેથી નિકળવાના છે જે બાતમી આધારે ગુડ્ડી હોટલ પાસે વોચ મા રહેલ અને તે દરમ્યાન બાતમી વાળા ઇસમો નીકળતા તેઓને ચેક કરી પુછપરછ
કરતા તેઓ એ ઉપરોકત ગુનો કરેલ હોવાનું કબુલાત આપતા અને તેઓ પાસેથી ગુનાકામે નો મુદામાલ મળી આવેલ તે
બન્ને ઇસમો ને નીચે મુજબ ના મુદામાદ સાથે રાઉન્ડ અપ કરી ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાડેલ છે
પકડાયેલ આરોપી
(૧)ઇબ્રાહીમ હુશેન કકલ ઉ.વ ૨૧ રહે. ગરાસીયાવાસ શેખટીમ્બો અંજાર
(૨) આમદ હારૂન બાફણ ઉ.વ ૨૭ રહે. ગરાસીયાવાસ શેખટીમ્બો અંજાર
કજે કરેલ મુદ્દામાલ :(૧) એક કાળા કલરનુ પલ્સર મો.સા. જેમા નબંર પ્લેટ લાગેલ નથી તેના ચેસીસ નં-MD2A13EZ4DCF78081 તથા
એજીન નં-DKZCDF74376 વાળુ જેની કિ.રૂ.૫૦૦૦૦/(૨) મોબાઇલ નંગ -૦૬ કી.રૂ ૨૧,૦૦૦/(૩) રોકડા રૂ. ૪૮૪૦/કુલ કિ.રૂ.૭૫૮૪૦ /-
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ તથા
અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ .

Related Articles

Back to top button
preload imagepreload image