ગાંધીધામ જી આઇ ડી સી વિસ્તાર માં કચરો સળગવતા લોકો સામે કાર્યવાહી ક્યારે ?????
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગાંધીધામ ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલ કંપનીઓ દ્વારા વેસ્ટેજ કચરો બહાર કાઢવામાં આવે છે સરકારી ધારા ધોરણ મુજબ આ કચરો સરકારે નિર્ધારિત જગ્યાએ ખાલી થવો જોઈએ પરંતુ ગાંધીધામ જી આઈ ડી સી માં આવેલ ભંગારના વાડાઓ માં ખાલી થાય છે અને તેને સોટેજ કરી અને સારો માલ કાઢી લેવામાં આવે છે અને જે કચરો બચે તેને કંડલા પોર્ટ ટ્રસ્ટ ના ખાલી પડેલા પ્લોટો માં નાખીને સળગાવી નાખવામાં આવે છે જેનાથી બહુ મોટું પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે પરંતુ લાંચીયા અધિકારીઓની મીલીભગત થી બધું ચાલે છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માથી નીકળતો કચરો અધિકારીઓ ની સેટિંગ થી જી આઈ ડી સી માં ખાલી થાય છે અને સોટેજ કરી અને નીકળતો માલ ભંગાર ના વાડા વારા માા વેચે છે અને બચેલો કચરો સળગાવી નાખે છે તે કોઈ અધિકારીઓ ને નહીં દેખાતું હોય કે પછી કંડલા પોર્ટ ટ્રસ્ટ ના અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ લોકોને છૂટ આપવામાં આવી છે
હવે જોવાનું એ રહ્યું કે કોઈ અધિકારી ભંગારના વાડા વારા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આવા લોકો પર્યાવરણ ને અને માનવ જીવન ને નુકસાન પહોંચાડતા રહેશે