શ્રીજી હેલ્પ સેન્ટર દ્વારા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં નિઃશુલ્ક રાસનકીટ વિતરણ ચાલુ કરવામાં આવેલ છે
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ભચાઉ તાલુકામા શ્રીજી હેલ્પ સેન્ટર સંસ્થા દ્વારા નિરાધાર અને વિધવા બહેનો માટે નિઃશુલ્ક રાસનકીટ વિતરણ નો આજથી શુભારંભ કરવામાં આવેલ જે નિમિતે ભચાઉ ના મામલતદાર શ્રી ભગીરથસિંહ ઝાલા સાહેબ ભચાઉ શહેર ભાજપના પ્રમુખશ્રી ઉમિયાસંકર જોશી ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા સુલેહ પ્રોડકશન ના પ્રોડયુસર/ડાયરેક્ટર શ્રી અમૃતભાઈ નીશર ભચાઉ નગરપાલિકા પૂર્વ વિપક્ષી નેતા મહેશભાઈ શાહ ભીમા કોરેગાવ સેના અધ્યક્ષ શ્રી સુરેશભાઈ કાંઠેચા કચ્છ મહિલા વિકાસ સંગઠન ભચાઉ ના તાલુકા ઓફિસર શ્રી વનિતા સેખા પેરાલીગલ શ્રી નયનાબા જાડેજા પેરાલીગલ શ્રી માયાબેન દાફડા સહિતના લોકો ઉપસ્થિત રહેલ આ પ્રસંગે ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખશ્રી વાઘજીભાઈ છાંગા દ્વારા 25 કીટ નું યોગદાન આપવાની જાહેરાત કરેલ મામલતદાર સાહેબશ્રી દ્વારા આ આયોજન ને બિરદાવામાં આવેલ તેમજ કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પ્રેમકુમાર કનર સાહેબ તેમજ ભચાઉ આયુર્વેદ વિભાગના ડો સુનિલભાઈ કાચરોલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ છેલા ઘણા સમયથી કોવિડ સેન્ટરોમાં ઉકાળા તેમજ આયુર્વેદિક દવાઓનું સંસ્થા દ્વારા નિઃશુલ્ક વિતરણ ચાલુ છે
આ રાસનકીટ નાના બાળકો વાળા વિધવા બહેનો એકલા રહેતા વિધવા બહેનો તેમજ નિરાધાર લોકોને આપવામાં આવશે સંસ્થાના પ્રેસિડેન્ટ/ફાઉન્ડર મોહન મેરિયા માહામંત્રી નરેશભાઈ ફફલ ટ્રેઝરર ભરતભાઈ કાવત્રા વગેરે લોકો દ્વારા આ આયોજન કરવામાં આવેલ