गुजरात

ગુજરાતના 227 તાલુકામાં વરસાદ થયો, સૌથી વધુ નડિયાદમાં 9 ઇંચ, હજી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી

Tauktae વાવાઝોડાના પગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બુધવારે અમદાવાદ સહિત કુલ 23 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. ગુરૂવાર અને શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ જ્યારે બુધવારે રાજ્યમાં પ્રતિ કલાકે 40થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે શુક્રવારે સવારથી શનિવારે સવારે છ વાગ્યા સુધીનાં વરસાદની વાત કરીએ તો 227 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંત વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીરસોમનાથમાં 7.4 ઇંચ વરસાદ નોંધાયો છે.

વાવાઝોડાના પગલે ગુજરાતમાં મે મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદનાં આંકડાની વાત કરીએ તો, ખેડાનાં નડિયાદમાં 9.04 ઇંચ, ગીરસોમનાથમાં 7.4 ઇંચ, ઉનામાં 7.08, ભાવનગરમાં 6.56, ખેડામાં 6.52, આણંદમાં 6.36, વલસાડનાં ઉમરગામમાં 06.08 ઇંચ, માતારમાં 5.92, પારડીમાં 5, ખંભાતમાં 5.2 ઇંચ, સુરતમાં 5 ઇંચ અને અમદાવાદમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Related Articles

Back to top button