સુરત : મકાનનો સ્લેબ ધડાકાભેર તૂટ્યો, કાટમાળ નીચે દટાઈ જતા બે બાળકોનાં કરૂણ મોત

સુરત : સુરતમાં ગતરોજ મોડી રાત્રે કોરોનાના આ કપરા કાળમાં કરૂણ ઘટના ઘટી છે. શહેરના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડતા ભયાકન અકસ્માત થયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દટાઈ જવાથી બે બાળકોનાં કરૂણ મોત થયા છે જ્યારે તેમનાં માતાપિતાનો ચમત્કારિક બચાવો થયો છે. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોના પરિવાર પર સ્લેબ ધરાસાઈ થઇ ગયો હતો જોકે ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે પહોંચીને રેસ્ક્યૂ કર્યુ હતું અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતાપિતાનો બચાવ થયો છે. જોકે બે બાળકોનું કરુણ મોત થયું છે.
સુરતમાં ગતરોજ રાત ગોજારી સાબિત થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ પણ મોડીરાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર રહેતું હતું. નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં મોડી રાત્રે લગભગ રાત્રીના પોણા બાર વાગ્યે જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબ ધરાસાઈ થઈ ગયો હતો.