गुजरात

વાવાઝોડાને કારણે અમરેલીમાં દીવાલ ધરાશાયી, એક બાળકીનું મોત, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તંત્ર પણ આ મુસીબતનો સામનો કરવા માટે સજ્જ બન્યું હતુ. વાવાઝોડા પહેલાની તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી. દરિયાકાંઠે રહેતા લાખો લાકોનું સ્થળાંતર કરીને સલામત જગ્યાએ પણ ખસેડવામાં આવ્યાં હતા. ત્યારે અમરેલીમાંથી સમાચાર મળી રહ્યાં છે કે, અમરેલીમાં વાવાઝોડાના કારણે દીવાલ ધરાશાયી થતાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારનાં અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિકો આવ્યાં મદદે

રાજુલાના તવક્કલનગર વિસ્તારમાં રાત્રે વાવાઝોડાને કારણે આવેલા ભારે પવનથી દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ પડતા એક જ પરિવારના 4 લોકો દટાયાં હતાં. જે બાદ મોડી રાતે સ્થાનિકોએ જ કાટમાળમાં દટાયેલા લોકોનું રેસક્યુ કર્યું હતું. જેમાં પરિવારનાં લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. પરંતુ તેમાંથી એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારનાં ચાર લોકોને ઇજા પહોંચી હતી. જે બાદ તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

અનેક વૃક્ષો ધરાશાયી

નોંધનીય છે કે, સોમવારે રાતે વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાયું હતું. ઉના, વેરાવળ, જાફરાબાદ અને કોડિનાર જેવાં દરિયાકિનારનાં સ્થળોએ પવનોની ગતિ 130 કિમીની ઝડપને પહોંચી હતી. ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં, મોજાઓ 8થી 10 ફૂટ ઉછળ્યાં હતાં. જાફરાબાદમાં કિનારે લાંગરેલી બોટોને પણ તોફાને ચઢેલા દરિયાના પાણીના કારણે નુકસાન થયું હતું. પડી ગયેલાં વૃક્ષોને કારણે સંખ્યાબંધ રસ્તાઓ બંધ થઈ જતાં મોડેમોડે સ્થળાંતર કરી રહેલા લોકો અધવચ્ચે ફસાયા હતા.

Related Articles

Back to top button