હાથરસ મા મનીષા વાલ્મીકિ મામલે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના માધ્યમ થી આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરીવામાં આવી તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી
Anil Makwana
પાલનપુર
રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા માનનીય નીરજકુમાર ચૌહાણ તરફથી ઉતર પ્રદેશ ના હાથરસ જિલ્લા માં મનીષા વાલ્મીકિ 19 વર્ષ ની યુવતી ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચનારા અપરાધીઓ વિરુદ્ધ તેમજ માનવ અધિકાર હનન બાબતે માનનીય નામદાર (OHCHR ) માનવ અધિકાર કાર્યાલય સ્વીઝરલેન્ડ , એશિયાઇ માનવ અધિકાર આયોગ હોંગકોંગ, રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાનો ના વેશ્વિક સંગઠનો કોલબિયમાં લેખીત માં મેલ માધ્યમ થી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ભારતના વિવિધ આયોગો ને લેખિતમાં આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના માધ્યમ થી ગુજરાત તેમજ ભારત ના વિવિધ રાજ્યો મા કલેકટર શ્રી ના માધ્યમ થી પ્રધામંત્રીશ્રી ને રજૂઆત કરવામાં આવશે તેમજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન માધ્યમ થી કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આ આવેલ જેમાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ પર સમર્થન આપેલ હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજ ચૌહાણ તેમજ તેની ટીમ , દલિત સંગઠન ના પ્રમુખ દલપતભાઈ ભાટિયા ,રણજીત ભાટિયા , સતીશ રાષ્ટ્રપાલ , પી.કે ડાભી, યોગેશ પુરબિયા જેવા કાર્યકર્તાઓ હાજર રહેલ
પોલીસ તંત્ર આવે વિષયો માં સક્રિયતા નહિ દેખાડે તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રજૂઆત કરીને મહિલા સુરક્ષા અને માનવ અધિકાર હનન વિરુદ્ધ આવાજ ઉઠાવવો પડશે.