गुजरात

‘તૌકતે’ વાવાઝોડું શું તબાહી મચાવશે? ગુજરાતમાં કેટલી ઝડપે પવન ફૂંકાઈ શકે? તંત્રની કેવી છે તૈયારી?

અમદાવાદ: ગુજરાતમાં 2021ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જે ગતિથી સોઇક્લોનિક સ્ટ્રોમ આગળ વધી રહ્યું છે તેને જોતા તે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચશે. જેને કારણે સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast) હવામાન વિભાગે કરી છે. IMDએ આગાહી કરી છે કે ઓછા દબાણવાળા વિસ્તારમાં વાવાઝોડું 16મેની આસપાસ પૂર્વી મધ્ય અરબ સાગરમાં ઝડપથી વિકસિત થઇને ઉત્તર પશ્વિમની તરફ વધી શકે છે. 15-16 મેના રોજ લક્ષદ્વીપ દ્વીપસમૂહના નીચલા વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે. એટલે 16 મેના રોજ આવનાર વાવાઝોડાને કારણે 14થી 16 મેની વચ્ચે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાત પર ‘તૌકતે’ વાવાઝોડાની અસર 16 મેથી 20 મે સુધી વર્તાશે તેવું અનુમાન કરાયું છે. આ દરમિયાન 35-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે અત્યારથી જ સૌરાષ્ટ-કચ્છમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. દક્ષિણ-પૂર્વ અરબી સમૃદ્ધમાં લૉ પ્રેશર સર્જાયું છે, જે 15મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ભારે પવનથી તોફાનમાં ફેરવાઇ જશે, ત્યારબાદ તોફાનની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું ‘તૌકતે’ બની જશે.

Related Articles

Back to top button