કર્ણાવતી ક્લબની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી દ્વારા મધર્સ ડેની અનોખી ઉજવણી. વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલના માર્ગદર્શન હેઠળ ફ્રી કૂકિંગ વર્કશોપ યોજાયો
Anil Makwana
જીએનએ અમદાવાદ
કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટી તેની મહિલાઓ સદસ્યોની પ્રતિભા, રચનાત્મકતા અને સર્જનાત્મકતાને પ્રદર્શિત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતી રહે છે તેમજ તેમને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા માટે નવીન પહેલ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલની અનોખી પહેલ અંતર્ગત ફ્રી ઓનલાઇન કુકિંગ વર્કશોપ અને એક રસપ્રદ કોન્ટેસ્ટ દ્વારા મધર્સ ડેની સફળ ઉજવણી કરવામાં આવી હતી.
વી કમીટીના સદસ્ય અને હોમ શેફ એકેડમીના કુકિંગ એક્સપર્ટ પૂનમ કેડિયા સાથે મળીને 8 મે, 2020ના રોજ ફ્રી ઓનલાઇન કુકિંગ વર્કશોપમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વયજૂથના ક્લબ મેમ્બર્સે ઉત્સાહભેર ભાગ લઇને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કમીટીના સદસ્ય સુનિતા ચૌહાણે સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તથા તેમણે વર્કશોપના મોડરેટર પણ હતાં.
આ પ્રસંગે વી કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં તેમની માતાનું સ્થાન હંમેશા વિશેષ રહેલું હોય છે. તે આપણી અને પરિવારની સુખાકારી માટે વિવિધ સમયે અલગ-અલગ ભૂમિકા ભજવે છે. મધર્સ ડે નિમિત્તે દરેક સદસ્યને હું સંદેશો આપવા માગું છું કે જ્યાં સુધી તમારા જીવનમાં માતા છે ત્યાં સુધી તેમને અપાર પ્રેમ કરો અને સમય આપો. માતા હંમેશા નિઃસ્વાર્થભાવે આપણા માટે કામ કરે છે ત્યારે માત્ર મધર્સ ડેના દિવસે જ નહીં, પરંતુ દરરોજ આપણે તેમને પ્રેમ, ખુશી અને આદર આપવો જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, હું કુકિંગ એક્સપર્ટ અને અમેઝિંગ વ્યક્તિ પૂનમ કેડિયાનો હું આભાર માનું છું કે જેમણે કુકિંગ વર્કશોપના માધ્યમથી દરેક વ્યક્તિ માટે આજનો દિવસ યાદગાર બનાવ્યો છે. વી કમીટી દરેક સદસ્યાને તેમની રચનાત્મકતા અને કૌશલ્યોને બહાર લાવવા માટે હંમેશા પ્રોત્સાહન આપવાનું અમારું વિઝન રહ્યું છે અને આજે આયોજિત કુકિંગ વર્કશોપ કમીટીના પ્રયાસોનો જ એક હિસ્સો છે. વી કમીટી આગામી સમયમાં પણ મહિલાઓને તેમની છુપી પ્રતિભા બહાર લાવવા માટે પ્રેરણા અને મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરતું રહેશે.
ઉલ્લેખનીય છે કે વર્ચ્યુઅલ કૂકિુંગ વર્કશોપની સાથે-સાથે બીજા મેમ્બર્સને પણ મધર્સ ડેની ઉજવણીમાં સામેલ કરતાં કમીટીએ એક કોન્ટેસ્ટનું પણ આયોજન કર્યું હતું. તેના અંતર્ગત પાંચ વયજૂથમાં ત્રણ કોન્ટેસ્ટ યોજવામાં આવ્યાં હતાં. તેમાં ભાગ લેનાર વ્યક્તિએ તેમની માતા માટે કોઇપણ એક રેસિપિ બનાવીને તેનો વિડિયો શુટ તથા બાળકોએ તેમની માતા માટે હોમ મેડ કાર્ડ બનાવીને સેલ્ફી લઇને મોકલ્યાં હતાં. દરેક કેટેગરીમાં પાંચ વિજેતાઓને ગિફ્ટ આપવામાં આવશે.