સાપુતારા: નામાંકિત હોટલ આવી વિવાદમાં, મૂળ જમીન માલિકે નોંધાવી ફરિયાદ

ડાંગ: ગિરિમથક સાપુતારાની લેક્વ્યુ હોટલનાં મિલકતનાં ઝગડાને લઈને સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ ગિરિમથક સાપુતારાની નામાંકિત હોટેલનાં માલિક તુકારામ કરડીલે અને તેનાં પાર્ટનર સામે જમીનના મૂળ માલિકે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. જે બાદ હોટલ ઓનર્સ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લેક્વ્યુ હોટેલ માલિક તુકારામ કરડીલે ઉપર ફરિયાદ નોંધાઈ છે. જમીનના મૂળ માલિક દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલા પ્લોટ.ન.4 અને સીટી સર્વે ન.447/448 વાળી જમીન પર બાંધકામ કરેલી નામાકિંત લેક્વ્યુ હોટલની મિલ્કત બાબતે કરેલ પાવર ઓફ એર્ટનીમાં બે ભાગીદારોએ પૂર્વ આયોજીત કાવતરું રચી ચેડા કરીને આજદિન સુધીનો મિલ્કતનો ભોગવટો કરતા આ બન્ને ભાગીદારો વિરુદ્ધ મૂળ મિલ્કતનાં સબંધીએ સાપુતારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હોટલ ઓનર્સ એસોસિએશનમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જમીનનાં દસ્તાવેજો સાથે ચેડાં કરી જમીન પચાવી પાડવાની સમગ્ર ઘટનાં ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પ્લોટ નંબર-4 અને સીટી સર્વે નંબર 447-448 વાળી જમીન કલેક્ટર કચેરી આહવા ડાંગ દ્વારા ખીલનમલ ઝૂમરૂમલ બસંતાણીને સાપુતારા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ કલેક્ટર કચેરીનાં તા 31-08-1974નાં હુકમથી 2625 ચો. મી જમીન હોટલનાં વ્યવસાય માટે તા.01-08-1974થી 31-07-2004 સુધીનાં ભાડા પટ્ટે આપેલ હતી.તથા કલેક્ટર કચેરી આહવા ડાંગનાઓ દ્વારા તા.21-11-2009નાં હુકમથી 2625 ચો.મી જમીન શાકાહારી હોટલ માટે,તથા તા.07-04-1992નાં અન્વયે 594 ચો. મીટર જમીન બગીચા માટેે, આમ ખીલનમલ બસંતાણીને કુલ 3219 ચો. મી જમીન શાકાહારી હોટલ માટે 30 વર્ષનાં પટ્ટે ફરી તા.01-08-2004થી તા. 31-07-2034 સુધીની લીઝ રીન્યુ કરી આપવામાં આવેલ છે.