गुजरात
માતા-પિતા ની ચિંતા બદલી ખુશીમા, બાળકનું ઓપરેશન ડૉ અનીઝ રતાણી એ વિના મૂલ્યે કરી માનવતા મહેકાવી
Anil Makwana
ગાંધીનગર
રીપોર્ટ – મહંમદસફી મેમણ
આ નાનકડી વહાલી દીકરી, જ્યારે તેના માતા ના ગર્ભમાં હતી ત્યારે માતા – પિતા ને સોનોગ્રાફી રિપોર્ટ મા બાળકીના પેટમાં નાની ગાંઠ હોવા નો રિપોર્ટ મળ્યો. ત્યારે બધાં ઘર મા ચિંતા મા પાડી ગયા. ડિલીવરી પછી બાળક તંદુરસ્ત પણ પેટ ફૂલી ગયું હતું. બાળક ના રિપોર્ટ કર્યાં પછી ખબર પડી કે 10 x 15 સે.મી ની ગાંઠ છે. ડિલીવરી ની ખુશી પાછી ચિંતામા ફેરવાઈ ગઈ. બાળક ના નિષ્ણાંત સર્જન ડૉ અનીઝ રતાણીએ ઓપરેશન કરી એક સે.મી નો ચેકો મૂકી ને આ આખી ગાંઠ કાઢી નાખી અને બાળકી બીજા દિવસે નોર્મલ થઈ ગઈ. માતા નું દૂધ પણ બરાબર પી શકે છે અને એક દમ તંદુરસ્ત છે. બાળક ને રજા આપી અને ચિંતા ફરી થી ખુશી મા બદલાઈ ગઈ. આ ને આર્થિક સમસ્યા હોવા ના કારણે, બાળકનું ઓપરેશન ડૉ અનીઝ રતાણી એ વિના મૂલ્યે કરી આપ્યું.