અમદાવાદ: કોરોના દર્દીઓનું મનોબળ વધારવા ડૉક્ટર બન્યા ગાયક, PPE કિટ પહેરી હિન્દી ગીતો ગાયા
અમદાવાદ: હાલ કોરોનાની બીજી લહેરેદેશની સાથે સાથે ગુજરાત માં પણ હાહાકાર મચાવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાને પગલે સૌથી વધારે કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. કોરોનામાંથી બહાર નીકળવા માટે દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય (Mental health) પણ ખૂબ સારું રહે તો જરૂરી છે. કારણ કે કોરોનાથી પણ વધારે ખતરનાક તેનો ડર છે. ડૉક્ટર્સ પણ કોરોના દર્દીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે તે માટે અલગ અલગ પ્રયોગ કરતા રહે છે. આ જ કડીમાં અમદાવાદની એસવીપી હૉસ્પિટલ ખાતે ફરજ પરના ડૉક્ટર્સ દર્દીઓ માટે ગાયક બન્યા હતા!
‘યો દોસ્તી, હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર, તેરા સાથે ન છોડેંગે…’, ‘જબ કોઈ બાત બીગડ જાયે, જબ કોઈ મુશ્કીલ પડ જાયે, તુમ દેના સાથ મેરા…’ અમદાવાદ શહેરની એસવીપી હૉસ્પિટલ ખાતે દર્દીઓનું મનોબળ વધે તે માટે ખુદ ડૉક્ટર પીપીઈ કીટ પહેરીને ગાયક બનીને આવ્યા હતા અને ગિટારના તાલે આવા હિન્દી ગીતો ગાયા હતા.