गुजरात

અમદાવાદ: ATM કાર્ડ મશીનમાં ફસાય તો ભૂલથી પણ ન કરતા આ કામ, નહિં તો ખાતું થશે ખાલી

અમદાવાદ: ક્યારેક ક્યારેક એટીએમ મશીનમાં કોઈ વ્યક્તિ પૈસા ઉપાડવા જાય છે ત્યારે પૈસા વિડ્રોલ થઇ ગયા બાદ કાર્ડ મશીન ની બહાર આવતું નથી અને તે ફસાઈ જાય છે. ત્યારે લોકો કાર્ડ ત્યાં મૂકી બાજુમાં બેંકમાં ફરિયાદ કરવા જતા હોય છે. પરંતુ લોકોએ હવે ચેતવાની જરૂર છે. આ રીતે એટીએમ કાર્ડ મૂકીને જવાથી કોઈ વ્યક્તિ તેમના નાણા સેરવી જતાં હોવાની પણ ઘટના સામે આવે છે. ત્યારે રિટાયર્ડ જીએસટી ઓફિસર સાથે પણ આવી જ ઘટના બની હતી. જે અંગે તેઓએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના આનંદનગર રોડ ઉપર આવેલા આનંદ નગર ફ્લેટમાં રહેતા ૬૦ વર્ષીય દર્શનભાઈ શાહ જીએસટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા છે. તેઓ ગત ત્રીજી તારીખના રોજ સવારે આનંદ નગર 100ફુટ રોડ ઉપર આવેલા પુષ્પમ બિલ્ડિંગમાં આવેલા બેન્ક ઓફ બરોડા એટીએમ સેન્ટર પર તેઓ પૈસા ઉપાડવા ગયા હતા અને તેઓએ એટીએમમાંથી 10 હજાર ઉપાડ્યા હતા. એટીએમ મશીનમાંથી પૈસા આવ્યા હતા. જે પૈસા તેઓએ લઈ લીધા હતા અને તેમનું એટીએમ કાર્ડ મશીનમાં અટકી ગયું હતું. જે કાર્ડ તેઓએ ખેંચવા છતાં નીકળ્યું ન હતું. જેથી તેઓ એટીએમ સેન્ટરની બાજુમાં આવેલી બેંક ઓફ બરોડામાં આ બાબતની જાણ કરવા માટે ગયા હતા અને પરત આવતા જોયું તો કાર્ડ નીકળી ગયું હતું.

Related Articles

Back to top button