गुजरात

ગેરકાયદેસર રીતે જીવંત લીલા ગાંજાના છોડ સાથે આરોપીને પકડી પાડતી માનકુવા પોલીસ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા સૌરભસિંઘ સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ – ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને કેફી અને માદક પદાર્થોના સેવન , હેરફેર , વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે સુચના આપેલ હોય જે અન્વયે માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર.બારોટ સાહેબ તથા પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ હરીશચંન્દ્રસિહ બળવંતસિહ જાડેજા નાઓને ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત મળેલ જે અન્વયે કાયદેસર કાર્યવાહી કરવા માટે તુરંત વર્ક આઉટ કરી ટીમ સાથે રેઇડ કરતાં મજકુર ઇસમ નારણભાઈ કાનજીભાઈ ભુડીયા ઉ.વ .૨૬ રહે.ઓમનગર જુનાવાસ માનકુવા તા.ભુજ વાળાને માદક પદાર્થ ગાંજાના જીવંત છોડ નંગ .૩૩ જેનુ વજન ૪ કીલો ૨૬૧ ગ્રામ જેની કિ.રૂ .૪૪૬૧૦ / – તથા મોબાઇલ નંગ -૦૧ , કી.રૂા .૨૦૦૦ / – એમ કુલ ૪૪,૬૧૦ / – ના મુદામાલ સાથે પકડી પાડેલ હોઇ મજકુર આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઈંચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર.બારોટ સા . તથા પો.કોન્સ હરીશચંન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ પ્રવિણભાઈ શીવાભાઈ પરમાર , એ.એસ.આઈ પ્રેમજીજીભાઈ લાલજીભાઈ ફણેજા તથા પો.કોન્સ રૂપાભાઈ ભગવાનભાઈ દેસાઈ તથા પો.કોન્સ મહેશભાઈ તળજાભાઈ દેસાઈ તથા ભુરાભાઈ ભગવાનભાઈ ચૌધરી તથા ડ્રા.એ.એસ.આઈ ભાખરાજી મલુજી સોઢા તથા ડ્રા.પો.કોન્સ આશીષભાઈ પુંજાભાઈ કરમટા તથા મહીલા પો.કોન્સ ગીતાબેન લખુભાઈ રાઠોડ તથા મહીલા પો.કોન્સ નમ્રતાબેન જીવણજી સાલવી જોડાયેલ હતા .

Related Articles

Back to top button