ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ મોટર સાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
ભુજ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધીક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ / વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા આપેલ સુચના અન્વયે એલ.સી.બી. ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.જે.રાણા તથા પો.સબ ઇન્સ . એચ.એમ.ગોહિલ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા .તે દરમ્યાન આજરોજ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર / ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ કે , એક ઇસમ જેણે શરીરે રાખોડી કલરનો ચેક્સ ડીઝાઇન વાળો સર્ટ પહેરલ છે . અને તે ભુજોડી રેલ્વે ફાટક પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મોટર સાઇકલ લઇને પસાર થવાનો હોઇ જેથી , તુરત જ વર્ક આઉટ કરી ભુજોડી રેલ્વે ફાટક પાસે વોચમાં ગોઠવાઇ જતા અહી બાતમી મુજબનો એક ઇસમ શંકાસ્પદ મો.સા. સાથે આવતા મજકુર ઇસમને રોકી તેનુ નામ – ઠામ પુછતા પોતાનું નામ માલશી ઉર્ફે કારો પચાણ મહેશ્વરી ઉ.વ. ૩૮ રહે . નાના – રેહા , મહેશ્વરીવાસ , તા.ભુજ વાળો હોવાનું જણાવેલ તેમજ મજકુર ઇસમના કબજાની મોટર સાયકલ બાબતેના આધાર – પુરાવાની માંગણી કરતા પોતાની પાસે કોઇ આધાર પુરાવા નહી હોવાનું જણાવેલ , જેથી મજકુર ઇસમના કબજાની મો.સા. બાબતે ખરાઇ કરતા ભુજ શહેર “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એ.પાર્ટ ગુ.ર.નં .૮૧ રા ૨૦૨૧ , આઇ.પી.સી. કલમ- ૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય મજકુર ઇસમના કબજાની રહેલ મોટર સાયકલ સી.આર.પી.સી. કલમ -૧૦૨ મુજબ કલ્થ કરી મજકુર ઇસમને સી.આર.પી.સી કલમ – ૪૧ ( ૧ ) મુજબ નોટીસ આપી આગળની યોગ્ય તપાસ અર્થે ભુજ શહેર “ બી ” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .