સફરનામા: બોલી અને સાંભળી ન શકનાર આ બે રાઇડર્સ કાપશે 12000 કિમીનું અંતર, આપી રહ્યાં છે ખાસ સંદેશ

અમદાવાદ: કોરોનાવાયરસના કપરા કાળમાં બેંગોલોર અને કર્ણાટકના બે રાઇડર્સ રાઇડ પર એક મેસેજ સાથે નીકળ્યા છે. આ બંને રાઇડર્સ ના તો બોલી શકે છે કે ના તો સાંભળી શકે છે છતાં તેમને હિંમત બતાવી છે કે, દરેક રાજ્યમાં તેઓ એક મેસેજ આપે અને લોકોની સ્થતિ ને જુએ. આ રાઇડર્સ દરેક બોર્ડર પર આરટીપીસીઆર ટેસ્ટ કરાવે છે અને નેગેટીવ આવ્યા બાદ અન્ય રાજ્યમાં જાય છે. આખરે આ બંને રાઇડર્સની કહાની શું છે અને તેઓ શું મેસેજ આપવા માંગે છે એ માટે અમારી ટીમ બંને રાઇડર્સ પાસે પહોંચી હતી.
આ બંને એક ખાસ મેસેજ સાથે નીકળ્યા છે કે, કોરોના વાયરસના સમયમાં દેશની પરિસ્થતિ ખરાબ છે. તો દરેક ઘરમાં રહે અને સ્વસ્થ રહે. આ સાથે અન્ય એક મેસેજ પણ આપે છે કે, સાંભળી અને બોલી ના શકતા હોય એ લોકોને લાઇસન્સ મળે જેથી તેઓ પણ દેશનો અભિન્ન અંગ બની શકે.
બંને રાઇડરમાં એક મુથુકુમાર જેઓ બેંગલોરના છે અને જ્યારે બીજા કર્ણાટકના દિનાકરન છે. બંને 30 દિવસમાં 12 હજાર કિલોમીટરનું અંતર કાપીને 15 રાજ્યની સફર કરશે.