ગાંધીધામ ટ્રાફિક ચોકીની બાજુમાં આવેલી અન્નપૂર્ણા હોટલ રાતના મોડા સુધી કોની મહેરબાની થી ચાલે છે

ગાંધીધામ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગાંધીધામ ટ્રાફિક ચોકીની બાજુમાં આવેલી અન્નપૂર્ણા હોટલ રાતના મોડા સુધી કોની મહેરબાની થી ચાલે છે
સમગ્ર ગુજરાતમાં કોરોના ની સાંકળ તોડવા માટે લોક ડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં ભુજ અને ગાંધીધામ માં પણ લોક ડાઉન લાગુ કરવામાં આવેલ છે પરંતુ તે જોતાં એવું લાગે છે કે ખરેખર કાયદો આમ પ્રજા માટે બનાવવામાં આવેલ છે કેમકે 25/04/2021 ના રોજ લાઈવ ટીવી ટુડે ન્યુઝ ના બેકિંગ પોસ્ટર પર ન્યુઝ બનાવવામાં આવ્યા હતા છતાં અન્નપૂર્ણા હોટલ ના માલિકને કોઈની બીકના હોય તેમ રાત્રિના મોડે સુધી હોટલ ચાલુ હોય છે વધુમાં હોટેલની બાજુમાં ટ્રાફિક ચોકી આવેલ છે અને સામેના ભાગે સી. સી. ટી. વી. કેમેરા લાગેલા છે તે છત્તાં આ હોટેલ ચાલુ હોય છે એનાથી એવું સાબિત થાય છે કે કાયદો આમ પ્રજાને લાગુ પડે છે જે પોલીસ નાના ધંધાર્થી ઉપર 188 દાખલ કરે છે તેને આ હોટેલ નહીં દેખાતી હોય કે પછી કોઈની ભલામણ કે લાગવગ થી ચાલે છે આ અન્નપૂર્ણા હોટલ
હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ હોટેલ બંધ કરાવશે કે પછી એ. ડીવીઝન ના એક અધિકારીના સગા સંબંધીની દુકાન રાતના મોડા સુધી ચાલે છે એમ ચાલ્યા રાખશે