गुजरात

સુરત : નવ મહિનાની ઉંમરે થયો પોલિયો, અપર્ણાએ હાથને ‘હથિયાર’ બનાવી જીત્યો ગોલ્ડ મેડલ

જ્યારે સંપૂર્ણ સ્વસ્થ તેમજ સામાન્ય લોકો નાની-નાની મુશ્કેલીઓથી ડરીને હાર માની લે છે, ત્યારે સુરતની અપર્ણા ખંભાતી 9 મહિનાની નાની વયથી જ પોલિયો હોવા છતાં સખ્ત મહેનત અને મજબૂત ઈરાદાના બળે તાજેતરમાં હરિયાણામાં યોજાયેલી થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પિસ્તોલ શુટિંગમાં ગોલ્ડ મેડલ (Gold Medal) હાંસલ કર્યો છે. અઢળક સમસ્યાઓનો સામનો કરીને સફળતા મેળવનાર અપર્ણા આજની યુવા પેઢી માટે રોલમોડેલ રૂપે ઉભરી આવી છે, સાથોસાથ રમતગમત ક્ષેત્રમાં સુરતનું ગૌરવ પણ વધાર્યું છે.

હરિયાણાના કદારપુર, ગુરૂગ્રામ ખાતે તા.૨૩ થી ૨૭ ફેબ્રુ. દરમિયાન CRPF શૂટિંગ રેંજ ‘થમ હેન્ડીકેપ્ડ ઝોનલ પેરાશૂટિંગ ચેમ્પિયનશીપ 2020-21’ યોજાઈ હતી. જેમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મૂળ સુરતના વતની અપર્ણાબેને 400માંથી 364 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ 1 થી 5 માર્ચ દરમિયાન ફરિદાબાદની માનવરચના યુનિવર્સિટીમાં યોજાયેલી નેશનલ પેરાશૂટિંગમાં 500 માંથી 526 ગુણ મેળવી આગળની સ્પર્ધા માટે ક્વોલિફાઈ થયાં હતાં.

Related Articles

Back to top button