ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. : ગોવિંદ દનીચા
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
ગાંધીધામ સંકુલમા સબ વાહિનીની અછત ને નિવારવા મીની એસ. ટી. બસ ની સેવા કાર્યરત કરો. : ગોવિંદ દનીચા
ગાંધીધામ :. કોરોના વાયરસ ની તીવ્ર ગતિથી મરણ આંક મા પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગાંધીધામ સંકુલ મા લાશોને અંતિમ મંજિલે પહોચાડવા સબવહિની માટે પણ પ્રતિક્ષા અને કલાકો રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે સરકાર શ્રી લાશોને અવલ મંજિલે પહોચાડવા માટે ત્વરિત સબવાહીની ની વ્યવસ્થા ગોઠવે તેવી રજૂઆત કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચા એ કરી છે.
દનીચા એ વિસ્તૃત વીગતો આપતાં જણાવ્યું હતું કે સંકુલ મા લાંબા સમયથી સેવાકિય સંસ્થા ઓ હેલ્પ પેજ મિશન આદિપુર, લાઇન્સ ક્લબ, ગાંધીધામ તેમજ શ્રી રામકૃષ્ણ મિશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આ સબ વાહિની ઓ ની સેવા ઓ સંપૂર્ણ નિશુલ્ક પૂરી પાડે છે પરંતુ હાલ મા આ સબવાહિનીઓના ચાલકો ને પણ કોરોના વાયરસ ની અસર થયેલ હોઈ લોકો ને આ સેવા માટે ખાસ્સો સમય રાહ જોવી પડી રહી છે. માત્ર આદિપુર નજીક આવેલ સોનાપુરી ટ્રસ્ટના સ્મશાન મા કંડલા, ગાંધીધામ, આદિપુર તેમજ અન્ય વિસ્તાર માંથી દરરોજ અઢાર થી વીસ લાશો ને અવલ મંજિલે પહોચાડવા આવે છે. સબ વાહિની ની તીવ્ર અછત ને પહોંચી વળવા ગુજરાત સરકાર હસ્તગત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની અમુક મીની બસો ને આ આપતકાલીન પરિસ્થિતિ મા અંતીમ યાત્રા બસ તરીકે દરેક શહેર મા પ્રસ્થાપિત કરે તો આ સમસ્યા નું સમાધાન થઈ શકે તેમ છે.
આથી માનવતા ના ધોરણ અને પ્રવર્તમાન વિકટ પરિસ્થિતિને નજર સમક્ષ રાખી અને સરકારશ્રી દ્વારા આ બાબત ને ગંભીર ગણી ત્વરીત વ્યવસ્થા ઉભી કરવા આવે તેવી રજૂઆત ગોવિંદ દનીચા એ કરી છે.