અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હોમ ક્વૉરન્ટીન લાકો માટે શરૂ થઇ Free Tiffin સેવા, ફોન કરો અને ઘરે મેળવો

કોરોનામાં દર્દીઓને હોસ્પિટલમા જગ્યાઓ નથી મળી રહી.કોરોનાના કહેર સામે માનવી ઓક્સિજન સહિતના પ્રાથમિક સારવારને સુવિધાઓ માટે લાચાર બન્યો છે ત્યારે કોરોના સામેની લડાઇમાં સાથ આપવા હવે સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત સમાજના અગ્રણીઓને સંવેદનશીલ નેતાઓ પણ આગળ આવ્યા છે. કોરોના ના ડરામણા સ્વરુપ સાથે ઇશ્વરે માનવ જાતને માનવતા અને સંવેદનાઓનો પણ પરિચય કરાવ્યો છે. અમદાવાદના ખાડીયા વિસ્તારના ના પૂર્વ કોર્પોરેટર મયુર દવે, પૂર્વ વિસ્તારના કોરોના ગ્રસ્ત પરિવારો માટે મસીહા બન્યા છે. કોરોના ગ્રસ્ત પરિવારો માટે તેમણે મફત ભોજન અને ફ્રી ડિલીવરીની વ્યવસ્થા કરી છે.
જેઓ પણ ધરે બેઠા દાળ, ભાત, શાક, રોટલી સાથેનુ શુધ્ધ સાત્વિક ભોજન મેળવવા માંગતા હોય તેઓ આ નંબરો ઉપર કોલ કરી શકે છે.
ખાડીયામા પાંચ ટર્મથી કોર્પોરેટર રહેલા મયુર દવેને ત્રણ ટર્મ લડ્યા હોવાને કારણે આ વખતે ચૂંટણીની ટિકિટ તો ના મળી પરંતુ , તેમનો ખાડીયા વિસ્તાર આજેપણ મયુર દવેને પૂર્વ કોર્પોરેટર માનવા તૈયાર નથી. દવાખાનામા એડમિશન જોઇતુ હોય કે, ઘરે રાશન ખતમ થઇ ગયું હોય, તમામ પ્રકારની મદદ ઇચ્છુક લોકો આજેપણ મયુરભાઇને જ યાદ કરે છે.