गुजरात
સુરત : જુદી જુદી બેંકના ઢગલાબંધ ATM સાથે ઝડપાયા UPના શખ્સો, કરવાના હતા મોટી છેતરપિંડી

સુરત પોલીસે આજે બે એવા ઠગોને ઝડપી પાડ્યા છે જે એટીએમમાં ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતા હતા. ઉત્તર પ્રદેશથી ખાસ આ પ્રકારે ઠગાઈ કરવા સુરત ખાતે આવ્યા હતાય પોલીસે બે ઈસમો પાસેથી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ કર્યા છે. જોકે પકડાયેલા આરોપી દિલ્લી મુંબઈ સાથે અમદાવાદ અને સુરત આ પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું.
સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી મામલે પોલીસેને આવા ઈસમોને ઝડપી ગુનાખોરી સમાપ્ત કરવા માટે સતત પેટ્રોલિંગમા રહેવાના આદેશ વચ્ચે આજે સુરતની પુણા પોલીસે આ મામલે તપાસમાં હતી ત્યારે એક હકીકત મળી હતી કે બે અજાણ્યા ઈસમો કડોદરા સુરત રોડ ભક્તિધામ મંદિરની પાસે આવેલ બેંક ઓફ બરોડાના ATMની બહાર સંખ્યાબંધ એટીએમ કાર્ડ લઈને ઉભા છે જેઓ એ.ટી.એમ મશીન સાથે ચેડા કરી પૈસા કાઢનાર છે.