गुजरात

હાલ ચાલી રહી કોરોનો ની મહામારી સંદર્ભ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી દ્વારા ઓનલાઇન મિટિંગ યોજાઈ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

હાલ ચાલી રહી કોરોનો ની મહામારી સંદર્ભ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી જી ના અધ્યક્ષ સ્થાને ઓનલાઇન મીટીંગ બોલાવવા માં આવી. જેમાં સમગ્ર ગુજરાત ના જિલ્લા પ્રમુખો અને સક્રિય કાર્યકરો જોડાયા અને હાલ જે કોવીડ નો કહેર છે એમાં આપણે સમગ્ર ગુજરાત ની જનતા ને કેવી રીતે ઉપયોગી થઇ શકીયે એ અંગે ચર્ચા કરવા માં આવી. દરેક જિલ્લા ની હોસ્પીટલ માં દરેક દર્દી ને યોગ્ય સારવાર મળે એ માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નો દરેક કાર્યકર્તા એક્ટિવ રહે એવુ જીજ્ઞેશભાઈ દ્વારા સૂચન કરવા માં આવ્યું હતું. સાથે લોકો ને રોજગારી મળે એ માટે દરેક ગામડાઓ માં મનરેગા નું કામ ચાલુ થાય એ માટે પણ દરેક કાર્યકર્તા સક્રિય પણે કાર્ય કરે એવી ચર્ચા કરવા માં આવી હતી…

Related Articles

Back to top button