માધાપર માંથી થયેલ મહિન્દ્રા ગસ્ટૉ મોપેડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ ને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સ ટીમ
ભુજ કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેંજ ભુજ તથા શ્રી સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ પો.સ્ટ ખાતે વણશોધાયેલ ગુન્હા શોધવા માટે જરૂરી સુચના આપેલ . જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટના પો.ઇન્સ.શ્રી આર.ડિ.ગોજીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી – ડીવી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં- ૬૧૨ / ૨૦૨૧ આઇ.પી.સી.ક .૩૭૯ મુજબના ગુના કામે અલગ – અલગ ટીમો બનાવી એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા પોતે તેમજ પોતાના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમના સી.સી.ટીવી કેમેરાના ફુટેજ મેળવી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ પ્રયત્નશીલ હતા . તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહાઓ નાઓને ખાનગી રાહે સચોટ અને ભરોષાપાત્ર બાતમી હકીકત મળેલ કે , ઉપરોક્ત ગુન્હા કામે ચોરીમાં ગયેલ મહિન્દ્રા ગસ્ટો જે બે ઇસમો સમા ઓટો વેલ્ડિંગ ગેરેજ ખાતે ચોરી કરેલ મોપેડ નો કલર ચેન્જ કરાવા માટે રાખી ગયેલ છે જેથી તે બે ઇસમો ના બાતમીદારો દ્વારા નામઠામ ની તપાસ કરી મજકુર ઇસમોને રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત આપતો હોય જેથી મજકુર ને કોવીડસ૬-૧૯ અંગે મેડીકલ ચકાસણી સારુ મોકલી આપવામાં આવેલ છે અને ઉપરોક્ત ગુન્હાની તપાસ એ.એસ.આઇ યસવંતદાન ગઢવી નાઓ ચલાવી રહેલ છે . પકડાયેલ આરોપીઓ : ( ૧ ) અમન જેન્તીભાઇ ચારણ ઉ.વ .૨૦ રહે , રામનગરી ચારણવાસ ડી.પી.ચોક ભુજ ( ૨ ) અશોકભાઇ આલજીભાઇ હરીજન ઉ.વ .૨૩ રહે રામદેવપિરના મંદિર ની બાજુમા રામનગરી ચારણવાસ ભુજ આરોપીનો ગુનાહીત ઇતીહાસ : ( ૧ ) આરોપી અમન જેન્તીભાઇ ચારણ ઉ.વ .૨૦ રહે રામનગરી ચારણવાસ ડી.પી.ચોક ભુજ ના ઉપર દાખલ થયેલ ગુન્હો ( ૧ ) ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટેફર્સ્ટ ગુ.ર.નં .૬૪ / ૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૯૨,૩૯૪ , તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ( ૨ ) ભજશહેરબી – ડીવીઝન પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં- ૨૫૧૬/૨૦૨૦ આઇ.પી.સી ક .૩૨૩,૧૧૪૨૯૪ ( બી ) , ૫૦૬ ( ૨ ) , ૫૦૩ , તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ( ૩ ) ભુજ શહેર બી.ડીવી . પો.સ્ટે સેકન્ડ ગુ.ર.ન -૨૨૪૬ / ૨૦ આઇ.પી.સી ક .૩૨૩ , ૧૧૪,૨૯૪ ( બી ) , ૫૦૬ ( ૨ ) મુજબ . કજે કરેલ મુદામાલની વિગતઃ ( 1 ) મહિન્દ્રા કંપનીનુ ગસ્ટોમોપેડ રજી નંબર- GJ.12.cJ.5147 કિ.રૂ .૧૦,૦૦૦ / ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ.શ્રી આર.ડી.ગોજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.કોન્સ.શક્તિસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા નવીનકુમાર જોષી તથા મહીપાલસિંહ ગોહીલ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ