આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણવા ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં થયેલ ચોરીના આરોપીને પકડી પાડી વણ શોધાયેલ મંદીર ચોરીનો ગુન્હો શોધી કાઢી કિ.રૂ. ૧,૭૨,૨૨૪ / – નો મુદ્દામાલ રીકવર કરતી આડેસર પોલીસ
આડેસર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોદલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇ.ના.પો.અધિ શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી પી.આઇ.શ્રી એમ.એમ.જાડેજા નાઓની સુચના – માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લામાં બનતા ચોરીના વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પો.સ્ટાફના માણસો આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુન્હા શોધી કાઢવા અને ગુન્હા બનતા અટકાવવા માટે સતત પ્રયન્તશીલ હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ . વાય.કે.ગોહિલ ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સણવા ગામના રબારીવાસમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં ચોરી થયેલ તે બનાવનો આરોપી તેના ખભા ઉપર પ્લાસ્ટીકની મોટી કોથળીમાં ચાંદીના દાગીના રાખીને લખાગઢથી આડેસર ગામ તરફ ચાલતો આવે છે . તેવી હકીકત આધારે આડેસર પોલીસ સ્ટેશનની ટીમ આડેસરથી લખાગઢ તરફ જતા રોડ ઉપર વોચમાં રહી મજકુર ઇસમને પકડી લીધેલ . બાદ મજકુર ઈસમને યુક્તિ પ્રયુક્તિથી સણવા ગામે થયેલ ચોરી બાબતે પુછતા પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપતો હોઇ.જેથી મજકુર ઇસમને રાઉન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .
પકડાઇ જનાર આરોપી
( ૧ ) અરજણ દેવા ભરવાડ , ઉ.વ .૨૦ , ધંધો.મજુરી , રહે.લખાગઢ , તા.રાપર , જી.ભુજ કચ્છ .
કબજે કરેલ મુદામાલ : પાર્ટ ” એ ” ગુ.રજી.ને. સણવા ગામે ગોગા મહારાજના મંદિરમાંથી ૧,૭૨,૨૨૪ / ૧ ૧૯૯ 30o૫ ૨૧૦૦૬ ૭/૨૦૨૧ ગયેલ ચાંદીના નાના – મોટા છત્તર નંગ – ર 00 રીકવર કરેલ કુલ | ૧,૭૨,૨૨૪ / + આરોપીઓની મોડસ ઓપરેન્ડી ; મજકુર પકડાયેલ ઈસમ ગોગા મહારાજના મંદિરને ટાર્ગેટ બનાવી મંદિરમાં દર્શન કરવાના હેતુથી જઇ મંદિરમાં રાખેલ દર દાગીનાની તપાસ કરીને તે જ મંદિરમાં રાત્રીના સમયે ચોરી કરવાની ટેવવાળો છે . –
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી :
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ તથા પો.હેડ.કોન્સ . રાજેશભાઇ પરમાર તથા પો.કોન્સ . હકુમતસિંહ જાડેજા તથા વિષ્ણુદાન ગઢવી તથા ભરતજી ઠાકોર તથા ગાંડાભાઇ ચૌધરી તથા મહેન્દ્રસિંહ છાયદરા તથા ઇશ્વરભાઇ કોદરી તથા પો.કોન્સ . રાકેશભાઇ ચૌધરી વિગેરેનાઓ સાથે રહેલ