ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ – ભુજ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી , સરહદી રેન્જ , ભુજ તથા શ્રી સૌરભસિંઘ સાહેબ , પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે સુચના કરેલ અને કેફી અને માદક પદાર્થોના સેવન , હેરફેર , વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ – ભુજનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.આર.ઝાલા સાહેબએ એન.ડી.પી.એસ.નાં કેસો શોધી કાઢવા સુચના કરેલ હોઇ દરમ્યાન ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકત આધારે તુરંત વર્ક આઉટ કરી મજકુર અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરા , રહે . બકાલી કોલોની , ગીતા માર્કેટ પાસે , ભુજ વાળાને માદક પદાર્થ ગાંજો ૨૮૪ ગ્રામ , કી.રૂા . ૨,૮૪૦ / – તથા એક સુઝીકી એકસેસ મોપેડ કી.રૂા . ૫૦,૦૦૦ / – તથા મોબાઇલ નંગ- ૦૨ , કી.રૂા .૨૫૦૦ / – તથા રોકડ રૂા . ૨,૩૫૦ / – એમ કુલ- ૬૦,૬૯૦ – ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . આ કામગીરીમાં માનકુવા પો.સ્ટે.નાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર. બારોટ સાહેબ તથા એસ.ઓ.જી. ભુજનાં ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી એ.આર.ઝાલા , તથા એસ.ઓ.જી. નાં એ.એસ.આઇ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ , ઘનશ્યામસિંહ જાડેજા , વિજયસિંહ યાદવ , નરેન્દ્રસિંહ રાણા , તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા , નરેન્દ્રસિંહ ઝાલા , સુનિલભાઇ પરમાર , અશ્વિનભાઇ સોલંકી , સાજીભાઇ રબારી , રજાકભાઇ સોતા , પો.કોન્સ . ગોપાલભાઇ ગઢવી , ડ્રા.પો.હે.કોન્સ . ધર્મેન્દ્રસિંહ ગોહિલ , મહિપતસિંહ સોલંકી જોડાયેલ હતા