કોરોનામા મૃત્યુ પામેલ લોકો ના પરિવાર ને સરકાર આર્થિક સહાય આપે . ગોવિંદભાઈ દનીચા
આદિપુર કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
કોરોનાની મહામારીમા અપૂરતા તબીબો, સ્ટાફ અને સાધનો ના અભાવ થી પીડાઈ રહ્યો છે કચ્છ જિલ્લો.
આદિપુર :. છેલ્લા પચીસ વર્ષ થી એકધારી રીતે બીજેપી લાંબા સમય થી ગુજરાત માં શાશન સાંભળી રહી છે અને ગુજરાત વિકાસ મોડેલ ની મોટી ગુલબાંગો વચ્ચે કોરોના વાયરશે ગૂજરાત મોડેલ ની પોલ ખોલી નાખી છે અને લોકો ને બીજેપી ને મત આપી છેતરાયા હોવાનો અહેસાસ થયો છે તેમ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચા એ અખબારી અહેવાલ મા જણાવ્યું હતું.
શ્રી દનીચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે આંતર રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસ નો બીજો તબક્કો ખુબ જ કઠિન હશે અને ભારત માં તેની વ્યાપક અસર થશે તેવી ચેતવણી આપી હતી તેમ છતાં પણ સરકારે તેને ગંભીતાપૂર્વક લેવાના બદલે કોઈ નક્કર પગલાં કે પૂર્વ આયોજન ની તૈયારીઓ શરૂ કરી નહિ જેનાથી હાલ મા કટોકટી જેવી સ્થિતિ નું નિર્માણ થયું છે અને અનેક લોકો આ પરિસ્થિતિ ના કારણે મોત ના મુખ માં ધકેલાઈ ગયા છે.
શ્રી દનીચા એ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં આવેલ મોટા ભાગની સરકારી અસ્પતાલો મા ૮૦ % થી વધુ કોરોના ના દર્દીઓ દાખલ છે ત્યારે સામાન્ય બીમારી ના દર્દીઓ અથવા આપાતકાલીન સેવા જો ઊભી થાય તો કેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય ? તે બાબતે કોઈ પ્રકાર નું નક્કર આયોજન નો અભાવ વર્તાય છે. વર્તમાન સમયમાં મા જે અસ્પતાલો ને કોવિદ અસ્પતાલ જાહેર કરવામાં આવી છે ત્યાં અને સ્વેછીક સેવાકીય સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મા પણ દવાઓ, ઓક્સીજન, રેપિડ ટેસ્ટ કીટ ની ખુબ જ મોટા પાયે અછત સર્જાઈ છે. આદિપુર નજીક ના લીલાશાહ આશ્રમ મા કોવિડ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ નક્કર સુવિધા ઊભી કરાઇ નથી. રેમદેસિવિર ઈન્જેકશન ક્યાંથી મળશે? કેટલા મા મળશે તે અંગે પણ કોઈ પણ પ્રકારનું લોકો ને માર્ગદર્શન કે કોનોના દર્દીઓ ને કયા દાખલ કરવા, ઓક્સીજન ની વ્યવસ્થા ક્યાંથી થશે તેવી કોઈ નક્કર માહિતી, સુવિધા કે આયોજન નો અભાવ વર્તાય છે.
આથી સરકાર શ્રી આ બાબતે વધુ ગંભીર બની લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરે અને વહેલી તકે સ્વાસ્થ્ય સંબધિત સેવા ઓ શરૂ કરે સાથે સાથે કોરોના મા મૃત્યુ પામેલા લોકોના પરિવારો ને આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી ગોવિંદ દનીચા એ રજૂઆત કરી છે.