ભચાઉ વિસ્તારમાં થયેલ એરંડા ભરેલ ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ કચ્છ ગાંધીધામ
કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી મયુર પાટીલ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપતા આ બાબતે એલ સી.બી.ની ટીમ મિલકત સબંધી જાહેર થયેલ ગુનાઓને શોધી કાઢવાની કામગીરીમાં ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગઇ તા . ૧૬/૦૪/૨૦૨૧ ના રોજ ભચાઉ હાઇવે પર આવેલ ખેમાબાબા હોટલનાં કમ્પાઉન્ડમાંથી ટ્રક નંબર જીજે ૧૨ – એકસ ૨૦૯૧ તથા તેમાં ભરેલ એરંડાની બોરીઓ સહિતની ચોરી ચોરી થયેલ તે ચોરી કરનાર આરોપીઓમાં ઇલીયાસ અબ્દુલ ખાસકોલી તથા ઓસમાણ પરીટ તથા તૈયબ હીંગોરજા નામના ત્રણેય ઇસમો ચોરીના ગુનામાં સંડોવાયેલ છે . તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તૈયબ હીંગોરજાની કન્ઝાની વાડીની ઓરડીમાં રાખેલ છે . જેથી મજકુર ત્રણેય ઇસમોની પુછપરછ કરતા ચોરી કરેલાની કબુલાત આપતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણેય ઇસમોને પકડી પાડી કોવિડ -૧૯ અન્વયે રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે . શોધાયેલ ગુનો : ( ૧ ) ભચાઉ પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૩ / ૨૧ ઇ.પી.કો.ક .૩૭૯૧૧૪ પકડાયેલ આરોપી નુ નામ : ( ૧ ) ઇલીયાસ અબ્દુલભાઇ ખાસકોલી ઉ.વ .૩૯ રહે સીતારામપુરા બેટીયા વિસ્તાર ભચાઉ ( ૨ ) ઓસમાણ ઇબ્રાહીમ પરીટ ઉવ .૩૨ રહે . નાની ચીરઇ તા ભચાઉ ( ૩ ) તૈયબ સુલેમાન હિંગોરજા ઉ.વ ૫૫ રહે સીતારામપુરા બેટીયા વિસ્તાર ભચાઉ રીકવર કરેલ મુદ્દામાલ – ટ્રક નંબર જીજે – ૧૨ – એકસ -૨૦૯૧ કિ.રૂ .૫,૦૦,૦૦૦ / -મોસા . હિરો એચ.એફ.ડીલક્ષ નં જીજે – ૧૨ – સીએન -૪૭૫૧ કિ.રૂ. ૪૦,૦૦૦ / – એરંડા ભરેલ બોરીઓ નંગ -૨૭૦ કિ.રૂ. ૧૦,૪૫,૯૧૩ / – સેક્સંગ કંપનીનો સાદો મોબાઇલ કિ.રૂ .૫૦૦ / કુલ કિ.રૂ. ૧૫,૮૬,૪૧૩ / આ કામગીરીમા લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ.દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો