નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારના સાંગનારા ગામેથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી કે કોઇ પાસ પરમીટ વગર સફેદ પથ્થર ( બે.લા. ) કુદતરી ખનીજનું ઉત્પનનું કૌભાંડ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય , પશ્ચિમ કચ્છ
નખત્રાણા
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ પશ્ચિમ કચ્છ – ભુજનાઓએ પશ્ચિમ કચ્છ – ભુજ જિલ્લામાં થતી ગેરકાયદેસર કુદરતી ખનીજ ચોરી અટકાવવા આપેલ સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ – ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ – ભુજ સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . દરમ્યાન આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ – ભુજ સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે ચોક્કસ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે , ” રામજી ઉર્ફ વેલજી પેથાભાઇ મહેશ્વરી , રહે . ગામ રોહા ( કોટડા ) વાળો નખત્રાણા તાલુકાના સાંગનારા ગામની દક્ષિણ બાજુની સીમમાં ડુંગરા પાસે ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર ( બેલા ) નું કુદરતી ખનીજનું ઉખનન કરે છે અને આ કુદરતી ખનીજનું ઉખનન હાલે ચાલુમાં છે જેથી તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા રામજી ઉર્ફ વેલજી પેથાભાઇ મહેશ્વરી , ઉ.વ .૪૩ ધંધો – ડ્રાઇવિંગ રહે.રોહા ( કોટડા ) તા.નખત્રાણા – કચ્છ વાળો સદરહું સ્થાનિક જગ્યાએ હાજર મળી આવેલ અને તેના કબ્બામાંથી સફેદ પથ્થર ( બેલા ) કાપવાની ઇલેકટ્રીક મોટર વાળી લોખંડની ત્રણ ચકરડીઓ તેમજ તેને પાવર આપવા માટેનું જનરેટર તથા આજુ – બાજુમાં ગેરકાયદેસર ઉતખનન કરેલ સફેદ પથ્થર ( બેલા ) પડેલા મળી આવતા તે બાબતે રોયલ્ટી કે પાસ પરમીટ કે કોઇ ખાણ ખનીજ ખાતાના સક્ષમ અધિકારીની પરવાનગી હોય તો રજુ કરવા જણાવતા આવી કોઇ પરમીશન મંજુરી નહી હોવાનું જણાવતા આ કુદરતી ખનીજ સફેદ પથ્થર ( બે.ભા. ) નું ઉખનન ચોરી કે છળકપટથી ગેરકાયદેસર રીતે થતુ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાઇ આવતા નીચે મુજબનો મુદામાલ સીઝ કરવામાં આવેલ તેમજ આગળની યોગ્ય કાર્યવાહી થવા નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ
સીઝ કરેલ મુદામાલ
સફેદ પથ્થર ( બે.લ. ) કાપવાની ચકરડીઓ લોખંડની નંગ – ૩ કિ.રૂ .૪૫,૦૦૦ /
જનરેટર નંગ- ૦૧ કિ.રૂ .૪૦,૦૦૦ / કુલ મુદામાલ કિ.રૂ. ૮૫,૦૦૦