गुजरात

અમદાવાદ : ‘તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, એન્જોય વિથ સેકન્ડ…,’ સાયબર ક્રાઇમમાં થઈ ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતા અને હોસ્પિટલમાં ડોકટર તરીકે ઈંટર્નશિપ કરનાર યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. એક શખ્શે મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છું કહીને યુવકને બીભત્સ મેસેજો મોકલ્યા હતા અને બાદમાં બીભત્સ ફોટો પણ મોકલ્યા હતા. લગ્ન જીવનમાં ભંગાણ પાડવા કોઈ શખશે આ કાવતરું ઘડ્યું હોવાનું માની યુવકે તે શખસ કોણ છે જાણવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે સરકારી મકાનમાં રહેતા 23 વર્ષીય યુવક મોટા ભાઈ તથા માતા સાથે રહે છે. શહેર બહાર એક હોસ્પિટલમાં તેઓ ડોકટર તરીકે ઈંટર્ન શિપ કરે છે. અને તેમનો ભાઈ શહેરની એક સરકારી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવે છે. ચારેક વર્ષ પહેલા આ યુવકના લગ્ન થયા હતા. પણ આણું બાકી હોવાથી પત્ની પિયરમાં જ રહે છે.

ગત 15મી માર્ચ ના રોજ આ યુવકને અજાણ્યા નમ્બર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં “હું મેડમના સ્ટુડન્ટનો ભાઈ બોલું છુ” તેવો મેસેજ કર્યો હતો. બાદમાં આ મેડમ એટલે કે ફરિયાદી યુવકની પત્ની વિશે બીભત્સ પ્રકાર ના મેસેજો કર્યા હતા. “તમારી પત્ની સાર્વજનિક વાઈફ છે, અને એન્જોય વિથ સેકન્ડ પીસ’ જેવા બીભત્સ મેસેજો કર્યા હતા. બાદમાં આ શખશે યુવકની પત્નીના બીભત્સ ફોટો મોકલી મેસેજો કર્યા હતા.

Related Articles

Back to top button