અમદાવાદ એરપોર્ટ પર કેબ ચાલક પાસેથી વસૂલાઇ સાત હજાર પાર્કિંગ ફી, જાણો શું છે મામલો
અમદાવાદ એરપોર્ટ પર એકબાજુ પાર્કિંગનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેબ સંચાલકોને ફાળવેલી જગ્યા પર પણ ચાર્જ વસુલવાનું શરૂ કરાયું છે. એટલે કે, હવે ઉબર અને ઓલા કેબ ચાલકોને ફાળવેલી જગ્યા પર પણ ચાર્જ વસૂલવામાં આવશે. એરપોર્ટમાં હવે કેબ બૂક (book cab) કરાવનારને વધારાના 50 રૂપિયા ચૂકવવા પડશે. પહેલો કલાક ફ્રી આપવામાં આવ્યો છે. અને ત્યારબાદ એક કલાક મુજબ 50 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. જે વસૂલાત પણ હવે મુસાફરો પાસેથી લેવામાં આવશે. મંગળવારે જ આ અંગે વિવાદ સર્જાયો હતો. એક કાર ચાલક પાસે પાર્કિંગનાં સાત હજાર વસૂલવામાં આવ્યા હતા. જે અંગે ભારે હોબાળો મચ્યો હતો.
12 એપ્રિલે એક કાર પાર્કિંગમાં પ્રવેશે છે અને 13 એપ્રિલે સવારે 9 વાગે બહાર નીકળે છે.આ કાર ચાલક પાસેથી 7 હજાર રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જેના કારણે ઓલા ઉબેરના કેબ ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મામલે કાર ચાલકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.