गुजरात

વલસાડમાં કોરોના કહેર? રાતોરાત નદી કિનારે સ્મશાન બનાવી દેતા લોકોમાં ભભૂક્યો રોષ

વલસાડ : વલસાડ  જિલ્લાના અતુલ નજીક ગઈ મોડીરાત્રે પાર નદી કિનારે એકાએક કોઈએ સ્મશાન બનાવી દેતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. અતુલ કંપની પાછળના ભાગમાં પાર નદી કિનારે મોડી રાત્રે કોઈ હલચલ થતી હોવાની જાણ થતાં ગામ લોકો સતર્ક થઈ ગયા હતા. લોકો એકઠા થયા અને પાર નદી કિનારે જતા નદી કિનારે મૃતદેહને અગ્નિદાહ આપવા માટે ચિતાઓ તૈયાર કરી દેવામાં આવી હતી. જેની જાણ થતાં સમગ્ર ગામમાં હોબાળો મચી ગયો હતો. જેથી મોટી સંખ્યામાં ગામલોકો નદી કિનારે અડધી રાત્રે એકઠા થયા હતા. કોરોનાથી મૃત્યું  પામેલા લોકોનો અંતિમ સંસ્કાર અહીં કરવા માટે સ્મશાન બનાવવાનું વિચારીને જ લોકોમાં રોષ વ્યાપી ગયો હતો.

Related Articles

Back to top button