વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
ઉનાઇ ગામ માં વધતા કોરોના સંક્રમણને લઈને ઉનાઇ ખંભાળિયા ગ્રામ પંચાયત અને ઉનાઇ ખંભાળિયા વેપારી મહાજન દ્વારા હાલની પરિસ્થિતિ ની સમીક્ષા કરી મહત્વનો નિર્ણય લીધો છે સોમવાર સવારથી જ દુકાનદારો પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે.વાંસદા તાલુકામાં રોજે-રોજ વધતા જતા કોરોના કેસના ઢગલા વચ્ચે બિહામણા આંકડાઓ સામે આવતા જ ઉનાઇ ગામ મા મોટાભાગના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય સાથે સોમવાર તા-૧૨-૦૪-૨૧ સોમવાર ના રોજ બંધ રાખવાનો નિર્ણય સાથે વેપાર ધંધાના સમયમાં ફેરફા૨ કરાયો સાથે આગામી તા૧૩-૦૪-૨૧-થી ૧૦ દિવસ માટે એટલે કે તા.૨૩-૦૪-૨૧ સુધી વેપારનો સમય સવારના ૭-૦૦ થી- બપોરે ૨-૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો ત્યારે હાલની સ્થિતિ જોતા લોકો પણ સમજુ બની કામ વગર ઘર બહાર નહિ નીકળવાની અપીલ કરાઈ છે