કોરોનાનો કહેર: રાજ્યમાં પ્રથમવાર 50થી વધારે મોત, નવા સ્ટ્રેઇનના લક્ષણો જાણો અને સતર્ક રહો
રોજે રોજ કોરોનાના નવા આંકડાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. રવિવારે રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંકડો પાંચ હજારને પાર થઇ ગયો હતો. જ્યારે એક જ દિવસમાં 54 દર્દીઓના મોત નીપજ્યા છે. જે ઘણું જ ચિંતાજનક છે. ત્યારે આપણે કોરોનાના નવા સ્ટ્રેઇનના (corona new strain) લક્ષણો જાણી લેવા જોઇએ. આ નવો કોરોના નાના બાળકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. જો આ લક્ષણોને જાણીને પ્રાથમિક ધોરણે જ સારવાર લેવામાં આવે તો દર્દીના સાજા થવાની આશા વધારે હોય છે. ઘણાં કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, સારવાર લેવામાં થોડું પણ મોડું થાય તો દર્દીના જીવને જોખમ થઇ જાય છે. તેથી આપણે સૌથી પહેલા સજાગ રહીએ અને કોરોનાના નવા સ્ટ્રેઇનને ઓળખીને તેને માત આપીએ.
પહેલાના કોરોનામાં તાવ આવવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, શરદી- ખાંસી થવી તે સામાન્ય લક્ષણો હતા. પરંતુ નવા કોરોનાના સ્ટ્રેનમાં માથામાં દુખાવો, સૂકી ખાંસી, તાવ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, લોસ ઓફ ટેસ્ટ-સ્મેલ, આંગળીઓમાં સોજા, બેચેની જેવા લક્ષણો હોય છે. આ ઉપરાંત પણ અન્ય લક્ષણો હોય છે તે જોઇએ.