गुजरात

બામણસર ગામના ઉતરાદે અધોફર સીમમાં આવેલા કાકરાવાળા ખેતરમાંથી ટવેરા કંપનીના એબ્યુલન્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિ.રૂ.૬,૦૫,૮૪૦/- નો મુદ્દામાલ સાથે પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

આડેશર કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

બામણસર ગામના ઉતરાદે અધોફર સીમમાં આવેલા કાકરાવાળા ખેતરમાંથી ટવેરા કંપનીના એબ્યુલન્સમાંથી ભારતીય
બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિ.રૂ.૬,૦૫,૮૪૦/- નો મુદ્દામાલ સાથે પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી
આડેસર પોલીસ

માનનીય પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોવલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી
મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ ના પો.અધિ.શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ

તથા સી.પી.આઇ.શ્રી.એમ એમ.જાડેજા સાહેબ રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી
ગેરકાયદેસર પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ નાઓ પોલીસ સ્ટાફ સાથે આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક એબ્યુલન્સ રોગ સાઇડમાં જઇ આડેસર ગામ તરફ ભાગતા તેનો પીછો કરી બામણસર ગામના ઉતરાદે અધોફર સીમમાં આવેલ
કાકરાવાળા ખેતરમાંથી ટવેરા કંપનીના એબ્યુલન્સ રજી.નં.RI.04.PA.2887 વાળી પકડી તેમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી
આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાઈ જનાર આરોપી:

(૧) દિલીપ સ/ઓફ માનારામ જાતે. જાટ ઉ.વ.૨૨ રહે.ગામ બાટાડુ તા.બાયતુ જી.બાડમેર(રાજસ્થાન)

નાશીજનાર આરોપી :
(૧) બાલારામ સ/ઓફ લાલારામ જાતે જાટ રહે.ગામ.ભાડીયાતકરી, તા.પંયભન્દ્રા જી.બાડમેર(રાજસ્થાન)

(૨) કુલદિપ જાતે.રાજપુત રહે. રાજસ્થાન

હાજર ન મળી આવેલ આરોપી :

(૧) ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ મેગાવનાર

કબજે કરેલ મુદામાલ :એનુંમુદ્દામાલની વિગત

બોટલ નંગ કિંમત રૂપિયાઓફીસર ચોઇસ પ્રેસ્ટીજ ફોર સેલ ઇન દિલ્લી પ્લાસ્ટીકની ૭૫૦ એમ.એલ.ની
૯૯,૮vo/શીલબંધ બોટલો ઍક બોટલની કિ.રૂ.૩૨૦/- લેખે
એક ટવેરા કંપનીનું એબ્યુલન્સ રજી નં. RJ.04.PA.2887
૫,૦૦,૦૦૦/મોબાઈલ ફોન નંગ – ૧
જીઓ કંપનીનું વાઈફાઈ ડીવાઈસ નંગ – ૧

કુલ:૬,0૫,૮૪0/


કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય. કે.ગોહિલ તથા આડેસર/સાતલપુર પોલીસ સ્ટાફના
કર્મચારી સાથે રહી આ કામગીરી કરેલ છે.

Related Articles

Back to top button