આદિપુર મહેશ્વરી સમાજ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામના સહયોગથી વિના મૂલ્ય કોરોના કોવિડ-૧૯ વેક્સીનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું
ગાંધીધામ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
આદિપુર મહેશ્વરી સમાજ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ગાંધીધામના સહયોગ દ્વારા વિના મૂલ્ય કોરોના વેક્સીનેશન કેમ્પનુ આયોજન, તા ૮.૪.૨૦૨૧ – ગુરુવાર સવારે ૦૯ થી ૦૫ વાગ્યા સુધી આદિપુર મહેશ્વરી સમાજ વાડી (ગણેશ મંદિર CDX-A- 40 ચારવાડી) મધ્યે ડો. દિનેશભાઇ સુતરીયા સાહેબ તથા સમાજના વિવિધ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યુ હતું જેમાં ડો.અપેક્ષા પરમાર,હિરેન પરમાર-MPHW,સોનલ વસોયા-FHW તથા
વોર્ડ નં-૧ ના ચારે ચાર કાઉન્સિલર ભચિબેન મહેશ્વરી, મહેશભાઈ એમ ગઢવી,ભરત ભાઈ પ્રજાપતિ, વેલજીભાઈ આહીર, અને સાસક્પક્ષ ના નેતા વિજયસિંહ જાડેજા તથા આદિપુર મહેશ્વરી સમાજ ના આગેવાનો પ્રમુખશ્રી બાબુભાઇ કે.જંજક, હરેશભાઇ ઠોટીયા,સામજીભાઈ એમ.ધેડા,નારણભાઈ બી.દેવરિયા,ધીરજ કે.સીજુ,રાણાભાઈ દનીચા,ખેરાજભાઈ બડીયા,દિનેશ એચ.દનીચા તથા રાષ્ટ્રીય લોક અધિકાર મંચના કૌશિક રોશિયા અને સામાજિક સંસ્થા ના આગેવાનો પોતાના વિસ્તાર માં આવતા કોવિડ-૧૯ વેક્સીનેશન કેમ્પ ને સફળ બનાવવા માટે આયોજન કરી પોતાના વિસ્તારમાં વધારે સંખ્યામાં લોકો આ વેક્સીનેશન નો લાભલે તેવા પ્રયાસો કરવા પ્રયત્નો કર્યા હતા અને રસી કરણ માટે આધાર કાર્ડ સાથે રાખવું તથા દરેક હોદ્દેદારો અને સમાજ ના આગેવાની હજારી માં કોવિડ-૧૯ ની વેક્સીન આપવામાં આવી હતી એવું ધીરજભાઈ સિજુએ જણાવ્યું હતું