गुजरात
રાજ્યમાં કોરોનાના 3575 કેસ, અમદાવાદ, સુરતમાં વધી રહી છે ચિંતા, 22 દર્દીના મોત

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3575 કેસ નોંધાયા છે. જેની સામે 2217 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4620 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકા છે. અત્યાર સુધીમાં 71,86,613 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ અને 8,74,677 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 823, સુરતમાં 819, વડોદરામાં 457, રાજકોટમાં 490, જામનગરમાં 175, પાટણમાં 111, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 79, મહેસાણામાં 66, કચ્છમાં 38, જૂનાગઢમાં 43, મહીસાગરમાં 37, પંચમહાલમાં 33, ખેડામાં 32, મોરબીમાં 31, દાહોદમાં 29, બનાસકાંઠામાં 26, ભરૂચમાં 22 સહિત કુલ 3575 કેસ નોંધાયા છે.