गुजरात
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: હવે માત્ર 19 સ્થળ જ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં છે

અમદાવાદમાં કોરોના સંક્રમણ એકદમ વધવા બાદ થોડી બ્રેક લાગી હોય તેમ સંક્રમણ ઘટી રહ્યું છે. રવિવારે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં 207 કેસો નોંધાયા છે. જ્યારે સારવાર દરમ્યાન પાંચ દર્દીઓના કરૂણ મૃત્યુ નોંધાયા છે. અમદાવાદ માટે રાહતનાં સમાચાર છે કે, હવે માત્ર 19 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં બાકી રહ્યા છે. બીજી બાજુ મ્યુનિ.તંત્રે હવે કોરોના વેકિસનને લઈને હવે તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.