गुजरात
રાજ્ય બહારથી અમદાવાદ પરત આવવા માટે નહીં કરાવવો પડે RT PCR ટેસ્ટ પરંતુ આધારકાર્ડ જરૂરી

રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
એએમસીના જ્ણાવ્યાં પ્રમાણે, અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કામકાજથી રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓએ અમદાવાદ શહેરમાં પરત આવતા સમયે આરટીપીસીઆર ટેસ્ટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેઓ અમદાવાદના રહેવાસી છે તે બાબતે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ નિયમનો નિર્ણય 6 એપ્રિલ, 2021ના રોજથી કરવામાં આવશે. એટલે આ નિયમ આજથી અમલમાં મૂકવામાં આવશે.