गुजरात

Surat : મેકઅપ ન બગડે માટે મહિલા માસ્ક વગર જ રીક્ષામાં કરી રહ્યા હતા મુસાફરી ને પોલીસે રોક્યા, પછી તો…..

સુરતઃ ગુજરાત માં ફરી એકવાર કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે હવે સરકાર ફરી એકવાર હરકતમાં આવી છે. બે દિવસ પહેલા ગુજરાતના પોલીસ વડા (Gujarat Police)એ માસ્ક ન પહેરનારા લોકોને દંડવા માટે પોલીસને જણાવ્યું હતું. જેને પગલે આજે સુરતમાં પોલીસ (Surat Police) ની માસ્ક ડ્રાઈવ (Mask Drive) યોજવામાં આવી છે.

ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા પાસે મેકઅપ કરી રીક્ષામાં જનાર મહિલાને દંડ ફટકાર્યો હતો. મહિલાને લાલી પાવડર મોંઘો પડ્યો હતો. પોલીસ ડ્રાઈવમાં રીક્ષામાં માસ્ક વગર મહિલા પાસે દંડ લીધો હતો. મહિલાને 500 રૂપિયા દંડ ફટકાર્યો હતો.

પોલીસે રીક્ષામાં માસ્ક વગર બેસેલ મહિલાને પૂછ્યું માસ્ક કેમ નથી પહેર્યું. મહિલાએ કહ્યું મેકપ ખરાબ થઈ જાય એટલે માસ્ક નથી પહેર્યું.

પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માં કોરોનાએ હાહાકાર મચાવતા ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી ગઈ છે. સુરત આરટીઓ (Surat RTO) દ્વારા મહારાષ્ટ્ર તરફ દોડતી ખાનગી 50થી વધુ બસો બંધ કરાઈ છે. સુરત RTO દ્વારા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો ભંગ જણાશે તો કાર્યવાહી કરાશે.

મોટાભાગના સંચાલકો બંધના આદેશના વિરોધમાં છે. રોડ ટેક્સ ભરાઈ ગયા બાદ બંધ કરાવે છે. મહારાષ્ટ્રથી આવતી બસોમાં રોજ 70 થી વધુ પોઝિટિવ મળી આવતા હતા. ખાનગી લકઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘને જણાવ્યું હતું કે, બસોની સાથે બસ સંચાલકોને ટેક્સ ભરવાનો આવે છે, તે ટેક્સ પણ બંધ કરવો જોઇએ. બંધ લક્ઝરી બસનો ટેક્સ માલિકો કઈ રીતે ભરી શકે. આવતી કાલે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુને મળવા જઈ રહ્યા છીએ. અમે અમારી સમસ્યાઓ અંગે બપોરે રજૂઆત કરવાના છીએ.

ગુજરાતમાં કોરોનાનું (Gujarat Corona Cases) સંક્રમણ દિવસને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તેમાં પણ રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતની હાલત અત્યંત ખરાબ છે. સુરતમાં કોરોનાના (Surat Coronavirus Cases) વધતા પ્રકોપને લઈ મનપા કમિશનર દ્વારા હોટલને (Hotels) કોવિડ સેન્ટર (Covid Center) માં ફેરવવા આદેશ કર્યો છે. શહેરમાં 9 જેટલી હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી આવી છે.

Related Articles

Back to top button