બોટાદમાં એસ પી હર્ષદ મહેતાનાં ચાર્જમાં ભ્રષ્ટાચાર મુક્ત સ્વચ્છ છબી ધરાવતા અમરેલીના એસ પી નિર્લિપ્ત રોય દ્વારા ચાર્જ સાંભળતાજ બોટાદ શહેર અને જિલ્લામાં કહેવાતા કાયદેસરના કરોડોના રમતાં જુગારની હાંટડીઓ ટપા ટપ બંધ થવા માંડી , જો કાયદેસરનો જુગાર હોય તો દુકાનોને કેમ તાળાં લાગવા માંડ્યા ??
બોટાદ માં ઓન લાઇન માર્કેટીંગ ની પોંચ આપી જુગાર ધામ ચાલતું હતું..??
બોટાદ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
બોટાદમાં દર પંદર મિનિટે ડ્રો કરી ઓન લાઈન આંકડા નો જીએસટી બિલ સાથે કહેવાતો કાયદેસરનો જુગાર ને શા માટે તાળાં લાગવા માંડ્યા ?? લોકોમાં ઉઠી રહ્યા છે પ્રશ્નો. સાથે સરકાર ના જીએસટી કલેક્શન વિભાગ ને પણ બોટાદ માં જીએસટી નંબર સાથે રમતા ઓન લાઇન જુગાર ધામો માં જીએસટી નંબર ક્યાં જિલ્લા માં, ક્યાંએડ્રેસ પર મેળવવામાં આવ્યો છે અને ક્યાં વ્યવસાય માટે તેની ચકાસણી કરવી અતિ આવશ્યક બની ગઈ છે કહેવાતા કાયદેસરના જુગારમાં રોજના લાખોના હપ્તા અપાતા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જેમ ટિકીટ નાં ડ્રો ચલાવનાર કંપની રજીસ્ટ્રેશન નંબર સાથે વેપાર વાણિજ્ય વિભાગ નું લાયસન્સ મેળવી વેપારનું ખોટું અર્થઘટન કરી ટિકિટના ડ્રો ચલાવવામાં આવતા હતા પરંતુ ડ્રો થી વેચાણ કરવું ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ત્યારે આવી ગેર કાયદેસર કામગીરી બદલ અનેક વિધ ગુના લગાવી FIR દાખલ કરી જેલ હવાલે કરાયા હતા. ત્યારે ઓન લાઇન જુગાર માં જીએસટી બિલ આપવાથી જુગાર ધામ કાયદેસર ક્યારથી કઈ રીતે કહેવાય ?? શું સરકાર જુગાર રમાડવા માટે પરમિશન આપે છે ?? નાં gst બિલ ના નામે પબ્લિક ની આંખ માં ધૂળ નાખવાથી આ જુગાર કાયદેસર બની જશે ?? Gst રજીસ્ટ્રેશન માં વ્યવસાય બીજો બતાવ્યો હોય અહિ જુગારના આંકડા માત્ર આ gst નું બિલ આપવાથી અથવા વ્યવસાયનું ખોટું અર્થ ઘટન કરવાથી ગેર કાયદેસર ની પ્રવત્તિ ને કાયદેસર બતાવી ચલાવવામાં આવી રહી છે. જો આવું બને તો આવતી કાલે gst બિલ સાથે ફૂટણખાના પણ શરુ થઈ જશે તો શું તેને પણ કાયદેસર માની લેવામાં આવશે?? Gst બિલ ના નામે લૂંટ ચલાવવાની મેલી મુરાદ વાળા અને પબ્લિક ની આંખ ન ખૂલે ત્યાં સુધી માં કરોડો કમાવાની મેલી મુરાદ વાળા ભ્રષ્ટ અધિકારીઓ ની દેખ રેખ હેઠળ લાંબા સમયથી જીએસટી રજીસ્ટ્રેશન સાથે ગેર કાયદેસર કામગીરી ને ચલાવવામાં આવી રહી હતી જે ભ્રષ્ટાચાર વિરોધી છબી ધરાવતા અધિકારીના બોટાદ માં આગમન સાથે જુગારની દુકાનોના સટર પડી ગયા છે ત્યારે gst વિભાગ, કે કલેકટર ની રાહબર નીચે તાત્કાલિક તપાસ હાથ ધરી જુગાર ધામ ના આશ્રય દાતાના દાંત ખાટા કરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે …