ગુજરાતમાં રેમડેસિવીરના જથ્થાને લઈને સરકારનો મોટો ખુલાસો, જાણો ગુજરાતમાં કુલ કેટલાં ઇન્જેક્શન
ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના અહેવાલોને આરોગ્ય વિભાગે પાયાવિહોણાં ગણાવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ‘રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ ઉમેર્યું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોનાની સારવાર માટે વપરાતા ઈન્જેકશન તથા દવાઓનો પૂરતો જથ્થો રાજયમા ઉપલબ્ધ થાય એ માટે સતત મોનીટરીગ દરરોજ કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવિર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજયમાં ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી
ડૉ.કોશિયા એ આ અંગે વિગતો આપતાં કહ્યુ કે, ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે પૈકી અમદાવાદમાં ૯૨૨૩ ઇન્જેક્શન, વડોદરામાં ૭૭૪૬ ઇન્જેક્શન, સુરતમાં ૩૭૭૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૩૫૦૪ ઇન્જેક્શન, મહેસાણામાં ૧૪૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૦,૧૮૮ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૮,૩૦૭ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે. વધુમાં રાજય સરકારના દવાના ગોડાઉન જીએમએસસીએલ ખાતે કુલ ૧૬,૦૦૦ ઇન્જેક્શનનો જથ્થો હાલમાં ઉપલબ્ધ છે, જે સરકારી હોસ્પિટલોમાં વિતરણ કરાનાર છે.
ડૉ. એચ.જી.કોશીયાએ રાજયનાશનાગરિકોને અપીલ કરી છે કે ગુજરાતમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.
રેમડેસીવીર ઇન્જેકસન નો અલગ અલગ કંપનીઓના ભાવ
નામ કંપની નામ ભાવ
કેવીફોર હેટ્રો ડ્રગ્સ 5400
સિપ્રેમી સિપલા 4000
ડેસરેમ માયલન 4800
રેમડેક કેડિલા 899
રેડયસ ડૉ.રેડ્ડી 5400
જુબી-આર જુબીલન્ટ 4700