બાળકોને કોરોનાનો ચેપ લાગતાં ખળભળાટ, જાણો અમદાવાદમાં વધુ એક બાળકને લાગ્યો ચેપ
અમદાવાદઃ ગુજરાતમાં હવે બાળકોમાં કોરોના સંક્રમણ લાગતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ચંદલોડિયામાં 9 વર્ષના એક બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. હાલ બાળકને હોમ આઇસોલેટ કરવામાં આવ્યું છે. 3 દિવસ પહેલા બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારે ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ ની સલાહ મુજબ સારવાર શરૂ કરી છે.
અમદાવાદમાં બાળકોમાં કોરોના સંક્રમણ ના કેસ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ 11 વર્ષથી નાના છ બાળકોને કોરોના થયો છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં કોરોના પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આંકડો 540 પર પહોંચ્યો છે. બાળકોમાં કોરોના સંક્રમણ વધતા માતા પિતા અને ડોક્ટર્સ ચિંતામાં મુકાયા છે.
બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા પિતામા ચિંતા છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે. સિવિલમાં પોઝીટીવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે, તેમ ડો. રજનિશ પટેલે જણાવ્યું હતું. જ્યાં સુધી લોકો જાગૃત નહિ થાય ત્યાં સુધી કોરોનાનો અંત નહીં આવે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
રાજકોટ જિલ્લામાં કુલ 246 બાળકોને કોરોના થયો છે. વર્ષ 2020માં એક વર્ષથી પાંચ વર્ષના 5 બાળકોને કોરોના થયો હતો. વર્ષ 2021માં એકથી 4 બાળકોને કોરોના થયો છે. રાજકોટમાં હાલમાં 3 બાળકો સારવારમાં છે. રાજકોટ મનપાની સ્કૂલમાં એક પણ બાળક કોરોનાથી સંક્રમિત નથી થયું.
હવે વડોદરા થી પણ માઠા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ (SSG hospital)ના પીડિયાટ્રિક વિભાગની ઓ.પી.ડી.માં દૈનિક ૫ બાળકો કોરોના પોઝિટિવ આવે છે, તેમ પીડિયાટ્રિક વિભાગ વડાએ જણાવ્યું હતું. સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શીલા ઐયરે માહિતી આપી હતી.
આ સ્થિતિને પહોંચી વળવા બાળકોની સારવાર માટે નવું કોવિડ કેર ઉભું કરાયું છે. હાલ બે જોડિયા અને અન્ય એક બાળક આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. અન્ય બાળકોને હોમ કોરેન્ટાઇન કરાયાં છે.