गुजरात

કોરોનાના બીજા વેવમાં ખતરનાક મ્યૂકોરમાઇકોસિસના લક્ષણોથી હલચલ..જાણો..ડો. સુનીલકુમાર શર્મા દ્વારા તેના લક્ષણો અને ઇલાજ

Anil Makwana

અમદાવાદ

ન્યૂઝ બાય GNA

અમદાવાદમાં મહામારી કોરોના રોગચાળાના સંક્રમણની બીજી લહેર-સેકન્ડ વેવની શરૂઆત થઇ ગઇ છે અને તેના કારણે જ કેસો વધી રહ્યાં છે. આ અંગે નાક-કાન-ગળાના જાણીતા ડો. સુનીલકુમાર શર્માએ એક મુલાકાતમાં જણાવ્યું કે સેકન્ડ વેવમાં કેટલાક એવા લક્ષણો જોવા મળ્યા છે કે તેનાથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, સેકન્ડ વેવમાં મ્યૂકોરમાઇકોસિસના ખતરનાક લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ રોગની ફરીથી એન્ટ્રી થઇ છે. અને એવા બે કેસ જોવા મળ્યા છે. મ્યૂકોરમાઇકોસિસ એક રેર ફંગલ ઇન્ફેક્શન છે. જેને પહેલાં જાઇગોમાઇકોસિસના નામથી ઓળખવામાં આવતુ હતું. આ રોગના લક્ષણોમાં રોગ અને કિટાણુ સામે લડવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. તેમણે કહ્યું કે તેના લક્ષણોમાં ચહેરાની એક તરફ સોજો આવવો, માથા દુખવુ, સાઇનસ કંજેક્શન, મોઢના ઉપરના ભાગમાં તકલીફની સાથે તાવ આવવો એ તેના લક્ષણો છે.ની જાણ કઇ રીતે થાય તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે, આ એક એવી બિમારી છે કે જે મોલ્ડ્સ દ્વારા શ્વાસ અને  સાઇનસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. અને શરીરના વિવિધ અંગોને નુકશાન પહોંચાડે છે. મુખ્યત્વે તે ફંગલ ચેપ ફેફસાં, સાઇનસ, આંખ, પેલેટ અને ચામડીથી શરૂ થાય છે. તેની સારવાર અંગે તેઓ કહે છે કે આંખ,ગાલમાં સોજો અને નાકમાં તકલીફ અથવા કાળી સુકી પપડી જોવા મળે તો તરત જ એન્ટી ફંગલ થેરાપી શરૂ કરી દેવી જોઇએ.  અમદાવાદમાં પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે. જો કે કોરોનામાંથી સાજા થયા બાદ પણ આ પ્રકારની અસરથી કેટલાક લોકો પરેશાન છે.

Related Articles

Back to top button