गुजरात

આછોદ જિલ્લા પંચાયત અને ઇખ્ખર જિલ્લા પંચાયત ની બેઠક આમોદ સ્વામી ગુરુકુળ અને ઇખ્ખર ખાતે માજી મંત્રી ની હાજરીમાં રાખવામાં આવી..

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

ભારતીય જનતા પાર્ટી ની જિલ્લા પંચાયત ચૂંટણી ને લઈ આજે એક આછોદ જિલ્લા પંચાયત અને ઇખ્ખર જિલ્લા પંચાયત ની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આછોદ જિલ્લા પંચાયત ની બેઠક આમોદ સ્વામી ગુરુકુળ ખાતે રાખવામાં આવી હતી અને ઇખ્ખર જિલ્લા પંચાયત ની બેઠક સલીમખાન પઠાણ ને ત્યાં ઇખર ગામે રાખવામાં આવી હતી. જેમાં ગામડાઓમાં થયેલા કામો ને લઈ ભારતીય જનતા પાર્ટી ને લગતાં વિકાસ ના કામો ને લઈ ચર્ચા વિચારણા કરી. કે આજુબાજુના ગામડાઓમાં કેટલા કામો થઈ ગયા છે. અને કેટલાક કામો બાકી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી. જેમાં ગામડાઓમાં થી આવતાં સરપંચો ને પૂછપરછ કરી હતી. આમોદ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને સભ્યો એ બેઠક માં ગામડે ગામડે જઈ વીકાસ ના કામ પર મત લેવા જવા ની જુમબેસ હાથ ધરી હતી. આમોદ તાલુકા પંચાયત મા 5 વર્ષ ના સમય દરમ્યાન વિરુદ્ધ વાંધો ઉઠવા પામ્યો નથી. અને જે આછોદ ઇખ્ખર જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી હારી છે તે ક્યાં કારણો ને લઈ ને હારેલ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર. પાટીલ ના અધ્યક્ષ મા પેજ સમિતિ મા પેજ પ્રમુખ ની યાદીની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, માજી ધારા સભ્ય કિરણ મકવાણા, ડી, કે, સ્વામી, જિલ્લાના મહામંત્રી, જિલ્લાના બે મહિલા મંત્રી, આમોદ તાલુકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકાના બે મહામંત્રી,APMC ચેરમેન,ભરૂચ જિલ્લાના લઘુમતી મોરચા ના પ્રમુખ, તાલુકા માંથી પધારેલ સરપંચો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકર્તા અને વડીલો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.અને વિકાસલક્ષી કામો પર મતદારો પાસે મત લેવા જવાની ચર્ચા વિચારણા આ બેઠક દરમ્યાન કરવામાં આવી હતી..

Related Articles

Back to top button