गुजरात
હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ, જાણી લો તેનું ભાડું, સમય અને સુવિધા

ગુજરાતીઓ માટે આ સારા સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ (Cruise) સેવાની શરૂઆત આજે 31 માર્ચના રોજ થવા જઇ રહી છે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આજે સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી (virtual) કરવામાં આવશે.
દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13થી 14 કલાકનો સમય લાગશે.