સુરત : પતિએ પત્નીને Video Call કરી પ્રેમિકા સાથે બાંધ્યો શરીર સંબંધ, સ્ક્રિનશૉટના આધારે ફરિયાદ

સુરત : સુરતમાં એક અવિશ્વસનીય ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડાઓ સામાન્ય બાબતમાં થતા હોય છે જોકે તેમાં જ્યારે પતિ-પત્ની ઓર વોનું ફેક્ટર આવે ત્યારે પાત્રો મર્યાદા લાંધી અને ભાન ભૂલી જતા હોય છે. પત્નીથી અલગ થવા માંગતા એક પતિએ તમામ મર્યાદાઓ વટાવી નાખી હોવાનો એક વિચિત્ર કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદને માનીએ તો અહીંયા એક પત્ની પાસેથી છુટાછેડા લેવા માગતા પતિએ એવી કરતૂત કરી છે કે જાણીને વિશ્વાસ નહીં થાય. એક પત્નીએ પોતાના પતિના અન્ય મહિલા સાથેના શારીરિક સંબંધ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ પ્રેમિકા સાથે રહેવા માટે ઘર છોડી દીધું હતું. ઉપરાંત તેણે પત્નીને એક વીડિયો કોલ કર્યો અને તેમાં ચાલુ ફોન પ્રેમિકા સાથે શરીર સંબંધ બાંધતા દૃશ્યો દર્શાવ્યા હતા. જોકે, પત્નીએ તેનો સ્ક્રિન શૉટ લઈ લીધો હોવાનો દાવો છે અને તેના આધારે તેણે પોતાના જ પતિ વિરુદ્ધ શહેરના અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સતત મહિલા અત્યાચારની ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આજે એક એવી ફરિયાદ પોલીસ સામે આવી કે પોલીસ પણ એક સમય માટે વિચારમાં પડી ગઈ. સુરતના અમરોલી વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતી મહિલાએ તેના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મહિલાના લગ્ન વર્ષ 2009 માં મનોજ નામના યુવક સાથે પ્રેમ બાદ થયા હતા.
જોકે લગ્ન જીવન દરમિયાન મનોજ થકી તેને બે પુત્રની પ્રાપ્તિ પણ થઇ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી પતિ મનોજના અડાજણ ખાતે રહેતી ગીતા નામની એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને પતિ મનોજ તેની પ્રેમિકા ગીતાને ત્યાં રહેવા લાગ્યો હતો.