गुजरात

રાજકોટના જેતલસરમાં થયેલ તરુણી હત્યા ના વિરોધમાં પાટીદાર યુવાનોએ નખત્રાણા પ્રાંતને આવેદનપત્ર આપ્યું..

Anil Makwana

નખત્રાણા 

રિપોર્ટર – કમલેશ નાકરાણી

તાજેતર માં જ રાજકોટ ના જેતલસર ગામે પાટીદાર સમાજ ની ધોરણ 11 માં અભ્યાસ કરતી તરુણી સૃષ્ટિ ની એક નરાધમે છરી થી બેરહેમી થી હત્યાં કરેલ આવા ગુનેગારો ને કડક માં કડક સજા મળે તે હેતુ થી પશ્ચિમ કરછ પાટીદાર યુવાક્રાંતિ દળ ની હાકલ થી નખત્રાણા પ્રાંતકચેરી મધ્યે મોટી  સંખ્યા માં યુવાનો એ  એકત્ર થઇ ને પોલીસ તેમજ સંબન્ધિત તંત્ર ને તાકીદ કરતુ આવેદન પત્ર પાઠવેલ જે નાયબ  કલેક્ટર વતી શિરતેદાર બી.એમ. કંદોઈએ આવેદન પત્ર  સ્વીકારેલ હતું   

આ આવેદન આપતી વખતે યુવા ક્રાંતિદળ ના પ્રમુખ શૈલેષભાઇ પોકાર ની આગેવાની માં દળ ના ઉપપ્રમુખ ભૂપેશ ભગત, વિનોદ ભગત,  નખત્રાણા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજીયાણી, નખત્રાણા તાલુકા પંચાયતના દંડક દિનેશભાઇ નાથાણી, સભ્ય કેતન પાંચાણી, નખત્રાણા તાલુકા યુવાભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, નૈતિક પાંચાણી, પિયુષ રૈયાણી, મનસુખ લીંબાણી, મનોજ માનાણી, પ્રવીણ દિવાણી, શૈલેષ વાડિયા, કિશોર નાયાણી, મનસુખ રાજાણી, ધવલ નાથાણી,
નખત્રાણા સોની યુવક મંડળના પ્રમુખ સેફરીન સોની સહીત નખત્રાણા વિસ્તારના યુવા આગેવાનો હાજર રહેલ હતા

Related Articles

Back to top button