જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

જામનગર: કહેવાય છે કે નૈતિક સંબંધ નો અંત ખરાબ હોય છે. જામનગરમાં કંઈક આવું જ બન્યું છે. જામનગર ના ધરાનગર વિસ્તારમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહનું રહસ્ય ખૂલ્યું છે. મૃતકની પોતાની સાળાયેલી (સાળાની પત્ની) સાથેના અનૈતિક સંબંધોના કારણે તેના જ સાસરિયાઓએ હત્યા નિપજાવી હોવાનું ખૂલતાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે મૃતક યુવકની પત્ની પણ હત્યામાં શામેલ છે. આ ઉપરાંત તેણીએ જ તેનો પતિ ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે તે આ કેસમાં આરોપી બની છે.
જામનગરના ધરારનગર વિસ્તારમાં તાજેતરમાં જ એક અવાવરૂ કૂવામાંથી મોડી રાત્રે સળગી ગયેલી હાલતમાં એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની પોલીસે શરૂ કરેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કરેલી તપાસમાં હત્યા સાસરિયા પક્ષના સભ્યો દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતકની પત્ની સાસુ-સસરા સહિતના છ સભ્યોએ જ યુવકનું ઢીમ ઢાળી દઈને મૃતદેહને કૂવામાં નાંખી સળગાવી દીધો હતો. અનૈતિક સંબંધોના કારણે આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.